Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં 15 સ્થળોએ જુગાર દરોડામાં સાત મહિલાઓ સહિત 85 ઝડપાયા

દ્વારકા જિલ્લામાં 15 સ્થળોએ જુગાર દરોડામાં સાત મહિલાઓ સહિત 85 ઝડપાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં સ્થાનિક પોલીસ દ્વારા જુગાર અંગેની સધન કામગીરી કરી, શ્રાવણ માસના અંતિમ દિવસોમાં જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 15 સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં સાત મહિલાઓ તથા 78 પુરુષોને ઝડપી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

ભાણવડ તાલુકાના મેવાસા ગામે શુક્રવારે મોડી રાત્રિના એક વાગ્યાના સમયે સ્થાનિક પોલીસે એક મંદિર પાસે જુગાર દરોડો પાડતા આ સ્થળેથી જુગાર રમી રહેલા તત્વો પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ થયા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન આ સ્થળેથી રિયલ મી કંપનીના એક એન્ડ્રોઈડ ફોન તથા સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપતા વડે જુગાર રમતા હોવાનું ખુલવા પામ્યું હતું. આથી પોલીસે રૂા. 5,000 ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા. 4,230 નો મુદ્દામાલ કબજે કરી, નાસી છૂટેલા શખ્સો સામે જૂગારધારાની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાણવડ તાબેના મેવાસા ગામેથી શનિવારે વિજય બાબુ ગોહેલ, ધવલ હમીર, વલ્લભ ગોવા અને રામદે હરદાસ ભીંભા નામના ચાર શખ્સો રૂા. 11,320 ના મુદ્દામાલ સાથે તથા આ જ ગામેથી ચના જેતા રાવલીયા, કરસન દેવરખી ભીંભા અને ડાડુ લાખા ભાદરકા નામના ત્રણ શખ્સો રૂપિયા 4,100 ના મુદ્દામાલ સાથે જ્યારે ભાણેશ્વર વિસ્તારમાંથી મનોજ ગોરધન માંડલિયા, વિજય બચુ ગોહેલ, કિશોર વલ્લભ ગોહેલ, દીપક વલ્લભ, અશોક દામજી, શૈલેષ દામજી અને જયેશ જયંતિ ચૌહાણ નામના 7 શખ્સો રૂા. 10,850 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામેથી સ્થાનિક પોલીસે જુગાર દરોડામાં નાગાજણ જીવણ ગોરડીયા, પ્રવીણ જીવણ ગોરડીયા, હરદેવ જીવણ ગોરડીયા, વેરશી નથુ પરમાર, અરશી નારણ ચાવડા, રવિ રઘુ પરમાર, સાગર રામા પરમાર અને નારણ પબા ભારવાડીયા નામના આઠ શખ્સોને શનિવારે જુગાર રમતા રૂા.28,300 રોકડા તથા રૂા.15,500 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂા.43,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

દ્વારકા તાલુકાના મૂળવાસર ગામેથી સુરાભા શામરાભા, જીલુભા નંઢાભા, પુનાભા માલાભા માણેક, લાખાભા વિઘાભા માણેક, રામભા ગોદળભા માણેક અને રણમલભા લાખાભા માડમ નામના છ શખ્સો રૂા. 4,110 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

- Advertisement -

કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયાના માર્ગદર્શન હેઠળ શનિવારે કુલ છ સ્થળોએ જુગાર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ટંકારીયા ગામેથી વિજય કમલેશ જાદવ, લખમણ પુંજા જાદવ, સામત ભીખા જાદવ, હિંમત પુંજા જાદવ, મનોજ દવુ ચેતરીયા, હમીર રામ લગારીયા અને પ્રદીપ દવુ કંડોરીયા નામના સાત શખ્સો રૂા.14,190 ના મુદ્દામાલ સાથે જ્યારે રાવલ ગામેથી ખીમા ભીમા ગામી, નાગા વશરામ પરમાર, મિલન રામા ગામી, રામા હમીર ગામી, જીતેશ લખમણ વાઘેલા અને રામા મોહન ગામી નામના છ શખ્સો રૂપિયા 10,180 ના મુદ્દામાલ સાથે તથા ભાટવાડિયા ગામે જુગાર દરોડામાં પબુભા વિરમભા બઠીયા, ભીમશી કેસુર ભાટીયા, પરબત રણમલ સુવા, બાબુભા દેવાભા, હરિયા લખમણ ભાંગરા, જેસા જીવણ ચારણ અને કરણા રામદે ગોધમ નામના સાત શખ્સો રૂપિયા 13,700 ના મુદ્દામાલ સાથે, પીંડારા ગામેથી રમેશ હમીર ધ્રાંગુ, કરમણ રાજા, ધીરૂ કાના, વેજાણંદ ગોવા, રામશી ગોવા, ભોલા બોઘા અને કિરીટસિંહ મહોબતસિંહ વાઢેર નામના સાત શખ્સો રૂપિયા 22,820 ના મુદ્દામાલ સાથે જ્યારે ખીજદડ ગામેથી હરદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ભૂપતસિંહ વાજેસંગ જાડેજા, મયુરસિંહ ઘનશ્યામસિંહ, જયુભા બટુકસિંહ, સુરપાલસિંહ સુખભા, મહિપતસિંહ બાલુભા અને અજયસિંહ પ્રવિણસિંહ નામના સાત શખ્સો રૂપિયા 12,700 ના મુદ્દામાલ સાથે તેમજ સતાપર ગામેથી નેભા લગધીર માંગલીયા, નારણ ચના સાદીયા, દાના લગધીર, મુળુ નથુ, રામા પબા અને ધર્મેશ દેવજી નામના છ શખ્સો રૂા. 1,010 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના લાંબા ગામેથી શુક્રવારે અરજણ પાલા ચેતરીયા, ભરત કેસુર ચાવડા, દેવાત સીદા, હમીર જેઠા અને અરજણ માણેક નામના પાંચ શખ્સો રૂપિયા 7,000 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.
દ્વારકાના શિવરાજપુર વિસ્તારમાંથી શુક્રવારે સ્થાનિક પોલીસે રાજેશ હરીયા વિકમા, કરણ હરિયા, આલા હરિયા, મંગા માયા અને સુરા ભોજા નામના પાંચ શખ્સોને રૂપિયા 17,780 ના મુદ્દામાલ સાથે જ્યારે મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાંથી જુગાર રમી રહેલા સાત મહિલાઓને પોલીસે રૂા. 12,570 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular