કેન્દ્ર સરકારે રેલવે સમૂહ-ગના 80 કર્મચારીઓની દાયકાઓ જૂની માંગને માની લીધી છે, હવે સમૂહ-ગ ના યોગ્ય કર્મચારીઓને સમયે પ્રમોશન મળી જશે તેના માટે દર વર્ષે પરીક્ષા લેવાશે. રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સુપરવાઈઝર કેડર (સમૂહ-ગ)ના અધિકતમ પે ગ્રેડ લેવલ-6 સુધી હતો. નવી વ્યવસ્થામાં લેવલ 7, 8 અને 9 સુધી જઈ શકશે. લેવલ-9 માં પ્રમોટી ઓફિસર અર્થાત સમૂહ-ખ હોય છે. યોગ્ય કર્મી પ્રમોશન મેળવીને સમૂહ-ક સુધી જઈ શકે છે. હવે સમૂહ-ગ ના 50 ટકા કર્મીઓને લેવલ-7 થી લેવલ-8 માં જવાની તક મળશે. લેવલ-8 થી 9માં ચાર વર્ષમાં નોન ફંકશનલ ગ્રેડમાં 50 ટકાને પ્રમોશન મળશે. નવી વ્યવસ્થાથી તત્કાળ 40 હજાર સુપરવાઈઝરોને ફાયદો થશે તેમનું વેતન 4 હજાર રૂપિયા વધી જશે. સમૂહ-ગના કર્મીઓને 2500-4000 વધુ વેતન મળશે. આ નિર્ણયથી સિવિલ મિકેનીકલ, ઈલેકટ્રીકલ, સિગ્નલ એન્ડ ટેલિકાય, સ્ટોરના કર્મીઓને વર્ષમાં મફત પાસ મળશે.