Saturday, March 15, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા 8 શખ્સ ઝબ્બે

જામનગરમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા 8 શખ્સ ઝબ્બે

પોલીસે રૂ.11800ની રોકડ જપ્ત કરી

- Advertisement -

જામનગર શહેરમાં જુગાર રમતા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ દ્રારા રોજે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જ્યારે ગઈકાલના રોજ પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર નજીકથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 8 શખ્સોની ધરપકડ કરી પોલીસે તમામના કબ્જા માંથી રૂ.11800ની રોકડ રકમ કબ્જે કરી સીટી બી ડીવીઝન  પોલીસ દફતરમાં ગુન્હો નોંધ્યો હતો.

- Advertisement -

જામનગર શહેર પોલીસ દ્રારા ગઈકાલના રોજ ગોમતીપુર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન સરકારી સ્કુલની પાછળથી ઘોડીપાસાનો જુગાર રમતા 8 શખ્સો જેમાં સરફરાજ ઈસ્માઈલભાઈ શેખ, અશરફ મામદભાઈ ખફી, શાહરૂખ ભીખુભાઈ સમા, ઈમ્તિયાઝ હુશેનભાઈ સમા, નીતિન દેવજીભાઈ ડગરા,ખેરાજ દેવશીભાઈ ચાવડા, મહમદ રફીક અબ્બાસભાઈ શેખ, મજીદ મુસાભાઈ કકલ ઘોડીપાસાનો જુગાર રમી પૈસાની હાર જીત કરી રહ્યા હતા તે દરમિયાન  પોલીસે તમામની ધરપકડ કરી રૂ.11800ની રોકડ રકમ કબ્જે કરી તમામ વિરુધ જુગારધારાની કલમ 12 મુજબ ગુન્હો નોંધી સીટી બી ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular