બિહારના પૂર્ણિયા જિલ્લામાં ગમખ્વાર રોડ અકસ્માતની ઘટના બની છે. આ રોડ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે તથા અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. જાણવા મળ્યા મુજબ બંગાળથી જમુઈ જઈ રહેલો ટ્રક પૂર્ણિયા ખાતે પલટી જવાના કારણે તેમાં સવાર 8 લોકોના મોત થયા હતા અને તે સિવાય અનેક લોકો ઘાયલ થયા હતા. પૂર્ણિયા જિલ્લાના જલાલગઢ થાણા વિસ્તારના સીમા કાલી મંદિર પાસે આ દુર્ઘટના બની હતી. દુર્ઘટના અંગે જાણ થયા બાદ સ્થાનિક પોલીસે ત્યાં પહોંચીને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી અને મૃતકોની ઓળખવિધિ શરૂ કરવામાં આવી છે.પૂર્ણિયાના જઉઙઘએ અકસ્માત બાદ વાહનનો કાટમાળ ખસેડીને ઘાયલોને હોસ્પિ. પહોંચાડવા અંગેની જાણકારી આપી હતી.