કર્ણાટકમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં તુમકુર જિલ્લાના પાવાગડા પાસે બસ પલટી જતાં 8 લોકોના મોત થયા થયા છે અને 20 થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું કે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવવાને કારણે અકસ્માત થયો હતો. બસમાં 60 જેટલા મુસાફરો સવાર હતા.
પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલોમાં કેટલાક વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચાલકે કાબુ ગુમાવી દેતા 60યાત્રિકો ભરેલી પ્રાઈવેટ બસ પલટી મારી ગઈ હતી.
આ પહેલા મંગળવારે જ રાજ્યના વિજયનગર જિલ્લામાં વાહને પલટી મારતા 5 લોકોના મોત થયા હતા અને 9 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓ પણ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે દુર્ઘટના થઈ ત્યારે મુસાફરો રામેશ્વરમ તરફ જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે જ સમયે, અન્ય લોકો હોસ્પિટલ લઈ જતા માર્ગમાં મૃત્યુ પામ્યા હતા.