જામનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર નુપુર પ્રસાદના માર્ગદર્શન હેઠળ આજરોજ 7મા જન ઔષધિ દિવસ ની ઉજવણી જામનગર શહેરના જોલી બંગલા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખાતે કરવામાં આવી. જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સાંસદ પૂનમ બેન માડમ દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરેલ અને જન ઔષધિ કેન્દ્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવવામાં આવી હતી તેમજ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર દ્વારા સસ્તી પરંતુ શ્રેષ્ઠ દવાઓના મુખ્ય લક્ષ્ય સાથે જરૂરિયાતમંદ લોકોને બીમારીના સમયમાં આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે. હાલમાં જામનગર શહેરમાં 8 કેન્દ્ર આવેલા છે જે માટે સાંસદ દ્વારા જામનગર જિલ્લામાં વધુ ને વધુ આ પ્રકારના કેન્દ્રો ખુલે તથા મહત્તમ લોકો સુધી આ યોજના નો લાભ પહોંચાડવા માટે અગત્યના સૂચનો આપવામાં આવ્યા.
ઉપરોક્ત કાર્યક્રમ માં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તેમજ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ઉપસ્થિત રહી યોજના વિશે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ ગુપ્તા, કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.ગોરી,તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીજ્ઞેશ પટેલ , ડીપીસી યજ્ઞેશ ખારેચા, જિલ્લા આઇઇસી અધિકારી નીરજ મોદી તથા જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી/કર્મચારીઓ દ્વારા ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ.


