આગામી 2024માં ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. બુધવારે મોડી રાત્રે પાર્ટી અધ્યક્ષ જેપી નડાના ઘરે પસંદગીના કેબિનેટ મંત્રીઓ, પાર્ટીના પ્રભારીઓ અને સાંસદોની બેઠક મળી હતી, જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો હવે દરેક સાંસદ પાસે 100 બૂથ હશે અને ધારાસભ્યો પાસે 25 એવા બૂથ હશે જ્યાં પાર્ટી નબળી છે. આ સાથે ટિકિટ વિતરણ સહિતના અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. પાર્ટીના સર્વોચ્ચ સ્તરે એ વાત પર સહમતિ બની છે કે 1955 પછી જન્મેલા આવા વર્તમાન સાંસદોને જ 2024માં લોકસભાની ટિકિટ આપવામાં આવશે. આ પહેલા જન્મેલા નેતાઓને ટિકિટ નહીં મળે. એટલે કે 70 પ્લસના નેતાઓને ટિકિટ આપવામાં આવશે નહીં. આ નિયમમાંથી માત્ર એક કે બે અપવાદોને જ મુક્તિ આપવામાં આવશે. જો આ નિયમ લાગુ થશે તો ભાજપના 301માંથી 81 સાંસદોને ટિકિટ નહીં મળે. પાર્ટીનું માનવું છે.
નવા લોકોને ત્યારે જ તક મળશે, જ્યારે જૂના કાર્યકરો નવાને રસ્તો આપશે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું આ ટિકિટ કાપવા જેવું નથી, પરંતુ તમારાથી નાના એવા કાર્યકરોને દંડો સોંપવા જેવું છે. 2024ની ચૂંટણી સુધીમાં 17મી લોકસભામાં ભાજપના લગભગ 25% સાંસદોની ઉમર 70થી વધુ થઈ જશે. 1956 પહેલા જન્મેલા વર્તમાન સાંસદોની મહત્તમ સંખ્યા યુપીના 12, ગુજરાતના 10, કર્ણાટકના 9, મહારાષ્ટ્રના 5, ઝારખંડના 2, બિહારના 6, મધ્યપ્રદેશના 5 અને રાજસ્થાનના 5 છે. હેમા માલિની (મથુરા), સદાનંદ ગૌડા (બેંગલુરુ), રાવ સાહેબ દાનવે (જાલના), વીકે સિંહ (ગાઝિયાબાદ), અશ્વિની ચૌબે (બક્સર), એસએસ અહલુવાલિયા (વર્ધમાન), રીટા બહુગુણા જોશી (અલાહાબાદ), રતનલાલ કટારિયા (અંબાલા), કિરોન ખેર (ચંદીગઢ), અર્જુનરામ મેઘવાલ (બીકાનેર), શ્રીપદ નાયક (ગોવા), સીઆર પાટીલ (નવસારી), રવિશંકર પ્રસાદ (પટના સાહિબ), રાવ ઈન્દ્રજીત સિંહ (ગુડગાંવ), ગિરિરાજ સિહ (બેગુસરાય), રાધા મોહન સિંહ (પૂર્વ) ચંપારણ), આરકે સિંહ (આરા), સત્યપાલ સિંહ (બાગપત) આ ફોર્મ્યુલા હેઠળ આવશે.