ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સંચાલિત અંડર-19 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.01-09-2022 થી અમદાવાદ ખાતે રમાશે. જેમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ટીમની 7 ખેલાડીઓ સૌરાષ્ટ્ર (SCA) ની ટીમમાં પસંદગી પામેલ છે. મહિલા ક્રિકેટ ટીમમાં સતત ત્રીજા વર્ષે પસંદગી પામી છે. અને એક સાથે જામનગરની 7 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જે જામનગર વાસીઓ માટે ગૌરવની વાત છે. આ દરેક વુમન્સ ખેલાડી જામનગરના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ લઇ રહી છે.