જામનગર શહેરના નવાગામ ઘેડ મધુરમ રેસીડેન્સીમાં મહિલાના મકાનમાં તીનપતીનો જુગાર રમતાં બે મહિલા સહિત સાત શખ્સોને એલસીબીની ટીમે રૂા.24,200ની રોકડ અને ચાર મોબાઇલ તથા બે બાઇક સહિત રૂા.1,15,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં હતાં. જામનગરના પુષ્કરધામ વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં પાંચ મહિલા અને એક શખ્સને પોલીસે રૂા.18,180ની રોકડ અને ગજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામગનગર શહેરમાં નવાગામ ઘેડ મધુરમ રેસીડેન્સી શેરી નં.1માં રહેતાં મહિલા તેણીના ઘરે તીનપતીનો જુગાર રમાડતા હોવાની એલસીબીના કિશોર પરમાર, ધાનાભાઇ મોરી, વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફે રેઇડ દરમ્યાન બે મહિલા અને વિશાલ રણછોડ ડાભી, દિનેશ નાથા પાણખાણીયા, કિશોર રણછોડ સદાડીયા, વિવેક રમેશ ડાભી, જીતેન્દ્ર રણછોડ ડાભી નામના સાત શખ્સોને રૂા.24,200ની રોકડ રકમ, ચાર મોબાઇલ અને બે બાઇક સહિત કુલ રૂા.1,15,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં હતાં.
બીજો દરોડો જામનગર શહેરમાં પુષ્કરધામ શેરી નં.8માં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોવાની બાતમીના આધારે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન વલ્લભ સોમા જોડ અને પાંચ મહિલા સહિત છ શખ્સોને રૂા.18,180ની રોડક અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.