Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં 13 જુગાર દરોડા દરમિયાન ત્રણ મહિલા સહિત 63 શખ્સો ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં 13 જુગાર દરોડા દરમિયાન ત્રણ મહિલા સહિત 63 શખ્સો ઝડપાયા

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના ગોકુલનગર, મયૂર એવન્યુ નજીક ક્ધયા છાત્રાલયની સામે જાહેરમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-સી પોલીસે રેઇડ દરમિયાન સંતોષ મંગલી પ્રસાદ તૈલી, સચિન માનસિંગ ચૌધરી, આશિષ અજલસિંગ ભાસ્કર, ગોલુ ઉમેદ રાઠોડ, સોવિદ રામઅવતાર રાઠોડ, વિનોદ હરીસિંંગ રાઠોડ, માનસિંગ અમરસિંગ રાઠોડ, આસુતોષ રામચરણ રાઠોડ, આશિષ રામકુમાર રાઠોડ, રોહિત, રોહિત વિરસિંગ રાઠોડ, કલુ રાજુ રાઠોડ, રાજાવત નેકનામ રાઠોડ, સત્યેન્દ્રસિંગ રાવસિંગ ચૌધરી, અશ્ર્વિનકુમાર ચંદ્રેશબાબુ સાકવા, આકાશ કુલસિંગ રાઠોડ, આદર્શ દેવેન્દ્ર રાઠોડ, સુરજ સિતારામ રાવત તથા સોનુ કમલેશ રાઠોડ નામના 18 શખ્સોને તિનપત્તિનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 63,500ની રોકડ, રૂા. 20,000ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 83,500ની કિંમતનો મુદ્ામાલ કબજે કરી જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- Advertisement -

બીજો દરોડો જોડિયાના બોદકા ગામની ધાંગારી સિમમાં ખરાબામાં રોનપોલીસનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જોડિયા પોલીસે રેઇડ દરમિયાન જેન્તીલાલ પાંચા પરમાર, રમેશ ભીમજી ટાંક, શાંતિલાલ દામજી ટાંક, ભરત કાંતિલાલ ધામેચા, કિશોર ભીમજી ટાંક, રમેશ દેવજી ટાંક તથા હરી કલા વઘોરા નામના સાત શખ્સોને જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 21,300ની રોકડ, રૂા. 17,000ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન તથા રૂા. 78000ની કિંમતના ચાર નંગ મોટરસાયકલ સહિત કુલ રૂા. 1,16,400ની કિંમતનો મુદ્ામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં કારા ઉર્ફે લાલ ભીખા ઝાપડા નામનો શખ્સ પોતાના પિતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની ધ્રોલ પોલીસ સ્ટેશનના હેકો કલ્પેશભાઇ કામરીયા તથા પોકો કરણભાઇ શિયાળને મળેલ બાતમીના આધારે ધ્રોલ પોલીસ દ્વારા રેઇડ દરમિયાન કારા ઉર્ફે લાલા ભીખા ઝાપડા, મેળા ધનજી ઝાપડા, ચંદ્રેશ જેન્તી કઠવાડીયા, મનિષ બેચર ભાલોડીયા, ભાવેશ મુળજી પરમાર, અશ્ર્વિન વાલા બાંભવા તથા મેરામ કરણા વકાતર નામના સાત શખ્સોને તિનપત્તિનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 26,700ની રોકડ તથા રૂા. 30,000ની કિંમતના 6 નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 56,700ની કિંમતનો મુદ્ામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

ચોથો દરોડો જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સાલુપીરની દરગાહ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-એ પોલીસે રેઇડ દરમિયાન યાસીન ઇનાયત કુરેશી તથા અલ્તાફ ઉર્ફે સિમુરો હુશેન સમા નામના બે શખ્સોને વર્લીમટકાના આકડા લખી જુગાર રમતાં ઝડપી લીધા હતાં અને રૂા. 2720ની રોકડ, રૂા. 10000ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન તથા રૂા. 40000ની કિંમતની મોટરસાયકલ સહિત કુલ રૂા. 52,720ની કિંમતનો મુદ્ામાલ કબજે કર્યો હતો.

પાંચમો દરોડો જામનગરના લાખાબાવળ ગામે બાબાસાહેબ આંબેડકર ચોકમાંથી પંચકોશી-બી ડિવિઝન પોલીસે અનિલ પાલા વાઘેલા, નાગજી કરશન, મકવાણા, અરજણ ખેતા વાઘેલા, બચુ મુળજી વાઘેલા, કેતન ભીમજી કંટારીયા તથા કાસમ જુમા ખિરા નામના છ શખ્સોને તિનપત્તિનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 20,190ની રોકડ સહિતનો મુદ્ામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

છઠ્ઠો દરોડો જામજોધપુરના કડોદર ગામે જાહેરમાં તિનપત્તિ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રેઇડ દરમિયાન જેન્તી હીરા વારગ્યા, અનિલ ખીમા રાઠોડને તિનપત્તિનો જુગાર રમતા ઝડપી લીધા હતાં. રેઇડ દરમિયાન અનિલ ખીમા રાઠોડ પોલીસને જોઇ નાસતા પડી જતાં પગમાં ઇજા થતાં તેને નોટીસ આપી મુક્ત કર્યો હતો. તેમજ રેઇડ દરમિયાન નાશી જનાર જગદીશ કારા ડાભી તથા જેન્તી વશરામ ધવલ નામના બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે રેઇડ દરમિયાન રૂા. 1250ની રોકડ સહિતનો મુદ્ામાલ કબજે કર્યો હતો.

સાતમો દરોડો જામનગરમાં સીટી-એ પોલીસે બાઇની વાડી, વિશાલ પાનની બાજુવાળી શેરીમા તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઇડ દરમિયાન પ્રવિણ ગોવિંદ શેખા, રાકેશ ખીમજી ભટ્ટી તથા રમેશ મુળજી હિંગળાને રૂા. 2050ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે તિનપત્તિનો જુગાર રમતા ઝડપી લીધા હતાં.

આઠમો દરોડો જામનગરમાં ધોળીયાપીરની દરગાહ આગળ ચુનાના ભઠ્ઠા પાસે આવેલ પારસ પાન ડેપો નજીકથી સીટી-એ પોલીસે પરેશ ઉર્ફે પરિયો મગન કવાડ નામના શખ્સને જાહેરમાં વર્લીમટકાના આકડા લખી જુગાર રમતો ઝડપી લઇ રૂા. 3450ની રોકડ તથા વર્લીના સાહિત્ય સહિતનો મુદ્ામાલ કબજે કર્યો હતો. તેમજ રેઇડ દરમિયાન હુશેન ઉર્ફે હુશી નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

નવમો દરોડો જામનગરમાં સેનાનગર વિસ્તારમાં જાહેરમાં તિનપત્તિનો જુગાર રમાતો બાતમીના આધારે સીટી-સી પોલીસે રેઇડ દરમિયાન અનુજ રામ લખન રાઠોડ, હિતેન્દ્ર કૈલાશબાબુ રાઠોડ, ધીરુ રાજુસિંગ કુશવાહ, અનિલ ઉર્ફે ચિંટુ અસરફીલાલ ઓઝા નામના ચાર શખ્સોને રૂા. 11020ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતાં.

દશમો દરોડો જામનગરમાં બેરાજા ગામ મહાદેવ મંદિરની બાજુમાં પાણીના ટાંકા પાસેથી પંચ-એ પોલીસે ગોવિંદ પરબત હરણ, લખુભા રામસંગ રાઠોડ, દેવા બાલા ગોહિલ નામના ત્રણ શખ્સોને તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 3120ની રોકડ સહિતનો મુદ્ામાલ કબજે કર્યો હતો.

અગિયારમો દરોડો મેઘપર-પડાણા પોલીસ દ્વારા ખટિયા પાટીયાથી ખટીયા ગામ તરફ જતાં રસ્તે બાવળની ઝાડીઓ પાછળથી દશરથ ગગરાજ સુમેત, હરેશ ઉર્ફે કારો નારણ મકવાણા તથા રાજુ મોહન લાલવાણી નામના ત્રણ શખ્સોની તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 2260ની રોકડ સહિતનો મુદ્ામાલ કબજે કર્યો હતો.

બારમો દરોડો સમાણા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રેઇડ દરમિયાન વિનોદ નાનજી વાઘેલા, પાલા લાખા પરમાર તથા બાનજી વિરા પરમાર નામના ત્રણ શખ્સોને રૂા. 1390ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે તિનપત્તિ જુગાર રમતાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તેરમો દરોડો જામજોધપુરના બુટાવદર ગામે વાડી વિસ્તારમાં આવેલ ખુલ્લા પટ્ટમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રમેશ પુંજા ઝરુ તથા ત્રણ મહિલાઓને તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 2110ની રોકડ સહિતનો મુદ્ામાલ કબજે કર્યો હતો અને ત્રણ મહિલાઓને નોટિસ આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular