Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયશોલાપુરમાં શાળા શરૂ કરાયા બાદ 613 બાળકો સંક્રમિત

શોલાપુરમાં શાળા શરૂ કરાયા બાદ 613 બાળકો સંક્રમિત

શાળાઓ ખોલવાની ઉતાવળ સામે લાલબત્તી ધરતું સંક્રમણ

- Advertisement -

મહારાષ્ટ્રમાં શોલાપુરમાં સ્કૂલો શરૂ કરવામાં આવ્યાં બાદ 613 બાળકો સંક્રમિત થતા વાલીઓમાં ચિંતાનુ મોજુ ફેલાયું છે. દેશની કદાચ આ પહેલી ઘટના છે કે સ્કૂલો ખોલવામાં આવ્યાં બાદ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોય. સ્કૂલો ખોલવાનું બાળકો માટે ખૂબ ભારે પડી શકે છે શોલાપુરમાં આટલી મોટી સંખ્યામાં બાળકો કોરોનાથી સંક્રમિત થયા બાદ વાલીઓમાં બાળકોને સ્કૂલોમાં મોકલવાને લઈને ખૂબ ડર ફેલાયો છે. રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે 12 જુલાઈથી કોવિડ મુક્ત ઝોનમાં શાળાઓ ખોલવાનો આદેશ આપ્યો હતો. શાળાઓ ફક્ત ઉચ્ચ વર્ગના એટલે કે 8 થી 12 ના વર્ગ માટે જ ખોલવામાં આવી હતી.

શાળાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરતી વખતે વર્ષા ગાયકવાડે કહ્યું, “રાજ્યના છેલ્લા વર્ગના બાળકો સુધી પહોંચવા માટે સહ-શૈક્ષણિક અભિગમ રાખવો એ સમયની જરૂરિયાત બની ગઈ છે.

ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રની શાળાઓ માર્ચ 2020 માં બંધ કરવામાં આવી હતી જ્યારે કોવિડ -19 રોગચાળો દેશમાં પ્રથમ આવ્યો હતો. મહારાષ્ટ્રમાં શાળાઓ ફરી શરૂ કરવાની જાહેરાત ઉપરાંત, શાળાના શિક્ષણ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, રોગચાળો ફેલાવો મર્યાદિત કરવા માટે તમામ શિક્ષકો અને સ્ટાફના સભ્યોને પહેલા રસી અપાવવી જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular