Friday, December 26, 2025
Homeરાજ્યગુજરાતશેઠવડાળાના ભરડકી ગામમાંથી જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

શેઠવડાળાના ભરડકી ગામમાંથી જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

શેઠવડાળાના ભરડકી ગામના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને રૂા.10,580 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ શેઠવડાળાના ભરડકી ગામના બસસ્ટેન્ડ પાસે જાહેર રોડ ઉપર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન ઇસ્માઇલ ઓસમાણ રાવકરડા, હારૂન વલીમામદ ઘોઘા, ભૂપત હાજા સોલંકી, અકબર નૂરમામદ ઘોઘા, મહમદહુસેન અલ્લારખા ઘોઘા, ઇબ્રાહીમ ઇસ્માઇલ ઉઢેજા નામના 6 શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં. રૂા.10,580ની રોકડ તથા ગંજીપત્તા સહિત કુલ રૂા.10,580 નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular