લાલપુરથી નવી વેરાવળ ગામના કાચા માર્ગ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં 6 શખ્સોને સ્થાનિક પોલીસે રૂપિયા 61,210ની કિંમતના મુદ્ામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર ગામમાંથી વર્લીના આંકડા લખી જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો લાલપુર ગામથી નવી વેરાવળ જવાના કાચા માર્ગ પર આવેલી કાસમ પીરની દરગાહ નજીક, ખરાબામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઇડ દરમ્યાન ભીમશી ખીમા ગાગિયા, મહેન્દ્ર ચંદુભા જાડેજા, મુસ્તાક આમદ અખાણી, રફિક નૂરશા શાહમદાર, અલ્તાફ નૂરશા શાહમદાર, જેન્તીલાલ દયારામ દાણીધારિયા નામના 6 શખ્સોને રૂા. 11,210ની રોકડ અને રૂા. 50 હજારની કિંમતની ત્રણ બાઇક મળી કુલ રૂપિયા 61,210ની કિંમતના મુદ્ામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામજોધપુર ગામમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી જુગાર રમાડતા પ્રદીપ રમણિક બરોચિયા નામના શખ્સને જામજોધપુર પોલીસે વર્લીના સાહિત્યા અને રૂા. 600ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી આદરી હતી.


