જામનગરમાં રહેતાં સિધ્ધાર્થ અનિલભાઈ કુંવરીયા તેઓ આર.ટી.ઓ.ના એજન્ટ તરીકે તેમજ વીમા સલાહકાર તરીકે કામકાજ કરતા હોય તથા આ કામના આરોપી પણ આરટીઓના એજન્ટ તરીકે તેમજ વિમા સલાહકાર તરીકે કામકાજ કરતા હોય જેથી આરોપી તેમજ ફરિયાદી બંને મિત્ર થતા હોય જેથીફ આરોપીને અચાનક નાણાંની જરૂરિયાત પડતા ફરિયાદી પાસેથી રૂા.30,000 રોકડા લીધા હતાં. જે રકમની ફરિયાદને જરૂરિયાત પડતા આરોપીએ બેંક ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લી. નો ફરિયાદીને ચેક રૂા.30,000 નો આપ્યો હતો. જે ચેક તા.05-11-2022 ના રોજ ફંડઈનસફીસીયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. જેથી ફરિયાદીએ પોતાના વકીલ મારફત ધી નેગો. ઈન્સ્ટુ્રમેન્ટ એકટ કાયદાની કલમ 138, 142, મુજબ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપી કૌશિક હિરાલાલ શાહને જામનગરના 10માં એડી ચીફ જયુડી મેજી.એ 6 માસની સાદી કેદ અને ચેકથી બમણી રકમનો દંડ ફરમાવેલ હતો. ફરિયાદીના વકીલ તરીકે ધરતી એસ. ત્રિવેદી રોકાયા હતાં.