Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિર્ટન કેસમાં 6 માસની સજા

ચેક રિર્ટન કેસમાં 6 માસની સજા

- Advertisement -

જામનગરના શિવમ ઘાર્મીક વસ્તુ ભંડાર ના પ્રોપરાઈટર હરીશગીરી બીજગીરી ગોસાઈ પાસેથી જામનગર, કપીલ શાંતીલાલ ડાભીને નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા સબંધ દાવે હાથ ઉછીના રૂ.એક લાખ પચાસ હજાર મેળવેલ હતા, જે રકમ ની ચુકવણી માટે કપીલ શાંતીલાલ ડાભીએ હરીશગીરી બીજગીરી ને રૂ. એક લાખ પચાસ હજારનો ચેક આપેલ હોય, જે ચેક હરીશગીરી બીજગીરી એ બેંકમાં મુદ્તે રજુ કરતા વગર વસુલાતે પરત ફર્યો હતો. જેથી હરીશગીરી બીજગીરીએ પોતાના વકીલ મારફત નોટીસ મોકલાવેલ. આમ છતાં કપીલભાઈએ લેણી રકમની ચૂકવણી નહી કરતા હરીશગીરી બીજગીરીએ જામનગર ચીફ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદ મા કપીલભાઈ એ સમાધાન કરી હરીશગીરી બીજગીરીને રૂ.75,000 ના બે ચેકો આપેલા જે ચેકો પણ રીટર્ન થતા હરીશગીરી બીજગીરીએ પોતાના વકીલ મારફત નોટીસ મોકલાવેલ તેમ છતા આરોપી એ રકમ ચુકવેલ નહી જેથી હરીશગીરી બીજગૌરી એ ચીફ કોર્ટ મા કેશ કરેલ જે ફરિયાદ ચાલી જતા જામનગરના એડી. ચીફ કોર્ટના જજ એ.ડી.રાવ એ આરોપી વિરૂધ્ધ ફરીયાદ માં ગુન્હો સાબીત માની કેશમાં છ માસ ની કેદ તથા કેશમાં ચેક મુજબની રકમ રા.75000 ફરીયાદીને ચુકવવા હુકમ કરેલ અને રકમ ન જમા કરાવે તો વધુ 1-માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી તરફે વકીલ હેમલસિંહ બી. પરમાર તથા સુમીત કે. વડનગરા રોકાયેલ હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular