Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરસ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસા.ના ડિફોલ્ટર સભાસદને 6 માસની સજા

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસા.ના ડિફોલ્ટર સભાસદને 6 માસની સજા

- Advertisement -

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ યશપાલસિંહ ઉદેસિંહ વાળાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોનમાં તેઓ રેગ્યુલર લોન ભરપાઈ ન કરતા સોસાયટીએ કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી અને ત્યારબાદ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી.

- Advertisement -

સી.કે પીપળીયાની કોર્ટમાં કેસ ચાલતા આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255(2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને 6 માસની જેલની સજાનો હુકમ કરવામાં આવ્યો છે તેમજ બમણી રકમનો દંડ કરવામાં આવ્યો હતો. તેમજ આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે મોકલી આપવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મણીલાલ જી. કાલસરીયા, મિતેષભાઈ એલ.પટેલ, ગૌરાંગભાઈ જી. મુંજપરા તથા હરજીવનભાઈ એમ.ધામેલીયા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular