રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેને લઈ અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. ધોધમાર વરસાદના પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વલસાડ તાલુકામાં 158 મીમી, વાપીમાં 50 મીમી,પારડી 80 મીમી વરસાદ વરસ્યો હતો. વલસાડમાં આજે વહેલી સવારે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ધોધમાર વરસાદના પગલે શહેરના છીપવાડ, એમજી રોડ, અબ્રામા વિસ્તાર, તિથલ રોડ, હાલર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. MG રોડ, નાની ખાત્રીવાડ સહિતના વિસ્તારોમાં આવેલી કાપડની દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા.
ભારે વરસાદના પગલે દુકાનદારોને પોતાની દુકાનનો સામાન સલામત સ્થળે ખસેડવાની નોબત આવી હતી. વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. વલસાડ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ગરનાળામાં પણ વરસાદી પાણીનો ભરાવો થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. વલસાડ તાલુકામાં વહેલી સવારે 4 કલાકમાં 6 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને પગલે રોડ-રસ્તા પર પાણી ભરાયા હતા. તેમજ રસ્તાઓમાં નદીઓ વહેતી થઈ હતી. વીજળીના કડાકા-ભડાકા સાંબલાધાર વરસાદ ખાબક્યો હતો. શહેરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાતા પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરી ઉપર વેપારીઓ સહિતનાઓએ અનેક સવાલો ઉઠાવ્યાં છે. વલસાડ જિલ્લામાં રાત્રે પડેલા વરસાદ પર એક નજર કરીએ તો વલસાડ તાલુકામાં 158 મીમી, વાપીમાં 50 મીમી,પારડી 80 ખખ ધરમપુર 23 મીમી કપરડા 9 મીમી અને ઉમરગામ તાલુકામાં 4 મીમી વરસાદ વરસ્યો હતો.