Tuesday, December 16, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકો મિલકત વેરા શાખા દ્વારા 34 આસામીઓ પાસેથી 6.82 લાખની વેરા વસૂલાત

જામ્યુકો મિલકત વેરા શાખા દ્વારા 34 આસામીઓ પાસેથી 6.82 લાખની વેરા વસૂલાત

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકત વેરા ધારકો પાસેથી વેરાની વસૂલાત કામગીરી થઈ રહી છે. જેમાં કુલ 34 આસામીઓ પાસેથી રૂા.6.82 લાખની વસૂલાત કરવામાં આવી હતી.

- Advertisement -

મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકત વેરાને લઇ વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ વોર્ડમાં બાકી મિલકત વેરા ધારકો પાસેથી મિલકત વેરો વસૂલવા ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. જેના ભાગરૂપે વોર્ડ નં.1 માં 1 આસામી પાસેથી રૂા.11,670, વોર્ડ નં.ર માં 1 આસામી પાસેથી રૂા.28,200, વોર્ડ નં.3 માં 6 આસામીઓ પાસેથી રૂા.54,325, વોર્ડ નં.4 માં 1 આસામી પાસેથી રૂા.23,410, વોર્ડ નં.5 માં 6 આસામીઓ પાસેથી રૂા.1,28,450, વોર્ડ નં.10 માં 3 આસામીઓ પાસેથી રૂા.34,250, વોર્ડ નં.12 માં 1 આસામી પાસેથી રૂા.12,970, વોર્ડ નં.13 માં 1 આસામીઓ પાસેથી રૂા.18,959, વોર્ડ નં.15 માં ર આસામીઓ પાસેથી રૂા.37,160, વોર્ડ નં.17 માં 7 આસામીઓ પાસેથી રૂા.1,81,150, વોર્ડ નં.18 માં 1 આસામી પાસેથી રૂા.54,070 અને વોર્ડ નં.19 માં 4 આસામીઓ પાસેથી રૂા.97,445 સહિત કુલ 34 આસામીઓ પાસેથી કુલ રૂા.6,82,059ની વસુલાત કરવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular