દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી જામનગર એસઓજી પોલીસે નશાકારક કેફી પીણાની 570 નંગ બોટલ ઝડપી લઇ આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના દરેડ જીઆઈડીસી ફેરા ૩ હિંગળાજ કોમ્પલેક્ષમાં આવેલ 22 નંબરની દુકાન (ગોડાઉન)માં શંકાસ્પદ નશાકારક કેફી પીણાનો જથ્થો હોવાની એરાજીના વિરેન્દ્રસિહ જાડેજા, ચંદ્રરોહ જાડેજા તથા રાજેશભાઈ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની રચના અને પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ જે ડી પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન રૂ.૬૦૦૦ ની કિંમતની SUNNINDRA કંપનીની 40 બોટલો, 3.12 હજારની કિંમતની KAL MEDHASVA કાલમેઘારવા કંપનીની 80 બોટલો, રૂા.32500 ની કિંમતની GEREGEM કંપનીની 250 બોટલ, રૂL30 હજારની કિંમતની HERBY GOLD -ની 200 બોટલ સહિત કુલ રૂા.80500 ની કિંમતની 570 બોટલનો મુદ્દામાલ ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.