Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવૈષ્ણવ સમાજ દ્વારા વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીનો 545મો પ્રાકટ્ય ઉત્સવ

વૈષ્ણવ સમાજ દ્વારા વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીનો 545મો પ્રાકટ્ય ઉત્સવ

સોમ અને મંગળવારે ધામ-ધૂમથી ઉજવાશે : મંગળવારે સવારે મંગળા દર્શન : મોટી હવેલીથી પ્રભાતફેરીથી પ્રસ્થાન

- Advertisement -

દૈવીજીવોના ઉદ્ધારક, પુષ્ટિ ભક્તિમાર્ગ પ્રવર્તક, વૈષ્ણવોના પ્રાણપ્રિય અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીનો 545મો પ્રાકટ્ય ઉત્સવ આગામી તા. 26-04-2022ના રોજ જામનગર વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવનાર છે.

- Advertisement -

આ ઉત્સવ જામનગરની મોટી હવેલીના ગાદીપતિ પુષ્ટિ સિદ્ધાન્ત સંરક્ષણ શિરોમણિ મહાકવિ પૂ.પા.ગો. 108 શ્રી હરિરાયજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી તેમજ યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. શ્રીવલ્લભરાયજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં તથા પૂ.પા.ગો.શ્રીરસાર્દ્રરાયજી પૂ.પા.ગો. શ્રીપ્રેમાર્દ્રરાયજી ના સાનિધ્યમાં શ્રીપુષ્ટિ સંપ્રદાય મોટી હવેલી ટ્રસ્ટ, જામનગર વૈષ્ણવ સમાજ તથા મોટી હવેલીમાં કાર્યરત તમામ સંસ્થાઓના સંયુકત ઉપક્રમે ચૈત્ર વદ 11-12 (એકાદશી અને દ્વાદશી) તદનુસાર 26- અને 27 એપ્રીલ 2022 એમ બે દિવસ મનાવવામાં આવશે.

શ્રીમહાપ્રભુજીનો 545મો પ્રાકટ્ય ઉત્સવ ચૈત્ર વદ 11 તા. 26 એપ્રીલ મંગલવારના રોજ સવારે 6-00 કલાકે મંગળા ના દર્શન કર્યા પછી 7-00 કલાકે વાહનો સાથે પ્રભાતફેરી મોટી હવેલી થી પ્રસ્થાન કરી સેતાવાડ, હવાઇ ચોક, ખંભાલીયા ગેઇટ, ઓશવાલ હોસ્પિટલ, સુમેર કલબ રોડ, સાત રસ્તા સર્કલ, જીલ્લા પંચાયત, લીમડા લેન, તીન બત્તી ચોક, બેડી ગેઇટ, કાશી વિશ્વનાથ મંદિર રોડ, સુભાષ બ્રીજ, મોટી હવેલીની વાડી પાસેથી શ્રી મહાપ્રભુજી બેઠકજી વિરામ કરશે. શ્રીના તિલકના દર્શન રાજભોગમાં બપોર 12:00 આસપાસ અને સંધ્યા આરતીના દર્શન સાંજે 5:30 કલાકે થશે.
સાંજે સંધ્યા આરતીના દર્શન બાદ વિશાળ શોભાયાત્રા મોટી હવેલીથી વાણીયા વાડ, ચાંદી બજાર ચોક, માંડવી ટાવર, સેતાવાડ, હવાઇચોક, વૈજનાથ મહાદેવ મંદિર, આકાશગંગા એપાર્ટમેન્ટ, જલાનીજાર થઇ મોટી હવેલી વિરામ થશે. આ શોભાયાત્રામાં ભાઇઓએ તિલક કરીને અને શકય હોય તો ધોતી બંડી પહેરીને તથા બહેનોએ કેસરી વસ્ત્ર પરિધાન કરીને આવવાનું રહેશે.

- Advertisement -

તા. 27 એપ્રિલ બુધવાર શ્રી વલ્લભચોક, મોટી હવેલી, જામનગર ખાતે સાંજે 6-00 કલાકે આયોજીત ધર્મસભામાં ઉત્સવ નાયકના ચરિત્ર પર યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. શ્રીવલ્લભરાયજી મહોદયશ્રી, પૂ.પા.ગો. શ્રીરસાદ્રરાયજી તથા પૂ.પા.ગો. શ્રીપ્રેમાદ્રરાયજીના વચનામૃત તથા શાસ્ત્રીજીઓ અને વિદ્વાનોના દ્વારા પ્રવચન આપવામાં આવશે.

ચૈત્ર વદ 11 તથા 12 તા 26 તથા ર7 એપ્રીલ મંગળવાર તથા બુધવારના દિવસે શયનના દર્શન ભીતર થશે. ઉપરોક્ત તમામ અલૈકિક કાર્યક્રમોનો આનંદ માણવા સર્વ વૈષ્ણવોએ સર્પારેવાર મિત્રમંડળ સહિત ઉપસ્થિત રહેવા જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારીએ હાર્દિક આમંત્રણ આપ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular