Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરધુડશીયાની મીની ઓઇલમીલમાંથી 54 લાખની વીજચોરી ઝડપાઇ

ધુડશીયાની મીની ઓઇલમીલમાંથી 54 લાખની વીજચોરી ઝડપાઇ

- Advertisement -

કાલાવડ તાલુકાના ધુડશીયા ગામમાં આવેલી મીની ઓઇલ મીલમાં પીજીવીસીએલની ટીમે ચેકિંગ દરમ્યાન વીજચોરી ઝડપી લઇ રૂા.54.74 લાખનું બીલ ફટકાર્યું હતું.

- Advertisement -

મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના ધુડશીયા ગામમાં ચાલતી મીની ઓઇલ મિલમાં વીજ કંપનીના અધિકારી એસ.આર.વડનગરા અને પી.ડી.મનાતની ટીમ દ્વારા આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 32 કિલો વોટ અને 40.68 કિલોવોલ્ટના વીજ જોડાણ જોવા મળ્યા હતા. પરંતુ વીજમીટરને બાયપાસ કરીને એકસ્ટ્રા વીજ વાયરનો ઉપયોગ કરી મોટા પાયે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું.જેથી વીજ કંપનીમાં નોંધાયેલા વીજ ગ્રાહક આસામી રામજીભાઇ પણસારાના નામનું રૂા.54.74 લાખનું વીજ વપરાશનું વીજ પુરવણી બિલ આપવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular