Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાલારમાં સપ્તાહ દરમ્યાન 537 જોડાણોમાં ગેરરીતી ઝડપાતા 1.71 કરોડના બીલ ફટકાર્યા

હાલારમાં સપ્તાહ દરમ્યાન 537 જોડાણોમાં ગેરરીતી ઝડપાતા 1.71 કરોડના બીલ ફટકાર્યા

છઠ્ઠા દિવસે જામનગર શહેરના વિસ્તારોમાં વીજચેકીંગ: શનિવારે 80 જોડાણોમાંથી ગેરરીતી ઝડપાતા રૂા.22.85 લાખના બીલો ફટકાર્યા : 6 દિવસમાં 537 જોડાણોમાંથી ગેરરીતી ઝડપાઇ : 171.75 લાખના બીલો ફટકાર્યા

- Advertisement -

જામનગર શહેરના સેન્ટ્રલ ઝોન, સાત રસ્તા સબ ડીવીઝનના વિસ્તારોમાં છઠ્ઠા દિવસે પીજીવીસીએલની 33 ટીમો દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં કુલ 427 જોડાણો તપાસતા તે પૈકીના 80માં ગેરરીતી ઝડપાતા 22.85 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં. આમ પીજીવીસીએલએ 6 દિવસમાં 537 જોડાણોમાં ગેરરીતિ ઝડપી લઇ રૂા.171.75 લાખના બીલો ફટકાર્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ હાલારમાં આજે છઠ્ઠા દિવસે પણ ચેકિંગ કામગીરી અંતર્ગત જામનગર શહેરના ખંભાળિયા ગેઈટ, સાત રસ્તા અને સેન્ટ્રલ ઝોન સબ ડીવીઝનના વિસ્તારોમાં 33 ટીમો અને 16 એસઆરપી જવાન તથા 3 વીડિયોગ્રાફરો સાથે નવાગામ ઘેડ, ગુરૂદ્વારા, ડીફેન્સ કોલોની, સુમેર કલબ રોડ, દિગ્વીજય પ્લોટ સહિતના વિસ્તારોમાં ચેકીંગ કામગીરી દરમ્યાન ટીમે કુલ 427 વિજ જોડાણો તપાસ્યા હતાં તે પૈકીના 80 વિજજોડાણોમાંથી ગેરરીતી ઝડપાતા રૂા.22.85 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.આમ પીજીવીસીએલની ટીમો દ્વારા હાલારમાં 6 દિવસ દરમ્યાન કુલ 537 જોડાણોમાં ગેરરીતી ઝડપાતા કુલ રૂા.171.75 લાખના બીલો ફટકાર્યા હતાં.

આ પૂર્વે પીજીવીસીએલની ટીમો દ્વારા પાંચમા દિવસે શુક્રવારે 37 ટીમો દ્વારા જામનગર ગ્રામ્ય, નગરસીમ, શહેર ડિવિઝન, હાપા સબ ડિવિઝન અને જામજોધપુર સબ ડિવિઝનના વિસ્તારોમાં 14 એસઆરપી જવાન, 4 લોકલ પોલીસ અને ત્રણ વિડિયો ગ્રાફર સાથે કુલ 393 વિજજોડાણો તપાસવામાં આવ્યા હતાં. જેમાંથી 96 વિજ જોડાણોમાં ગેરરીતી ઝડપાતા પીજીવીસીએલની ટીમ દ્વારા 29.15 લાખના બીલો ફટકારવામાં આવ્યા છે. ચોથા દિવસે દેવભુમી દ્વારકા જિલ્લાના વડતરા અને ખંભાળિયા ગ્રામ્યના વિસ્તારોમાં પીજીવીસીએલની 36 ટીમો દ્વારા 14 એસઆરપી જવાન અને 27 લોકલ પોલીસ તથા 3 વિડિયો ગ્રાફરો સાથે ચેકીંગ કામગીરી શરૂ કરી હતી.જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ શહેર અને જિલ્લામાં બુધવારે ત્રીજા દિવસે જિલ્લામાં ધ્રોલ ગ્રામ્ય, જોડિયા, કાલાવડ ઈસ્ટ-વેસ્ટ સબ ડીવીઝનના ગ્રામ્ય વિસ્તારમાં 36 ટીમો દ્વારા 14 એસઆરપી, 26 લોકલ પોલીસ અને ત્રણ વીડિયોગ્રાફરોના બંદોબસ્ત સાથે ચેકીંગ દરમ્યાન 426 જોડાણો તપાસતા 79 જોડાણોમાં ગેરરીતી ઝડપાતા 29.90 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં. આ પૂર્વે પીજીવીસીએલ દ્વારા સોમવારે પ્રથમ દિવસે ખંભાળિયા ગેઈટ સબ ડીવીઝન, નગરસીમ અને જામનગર રૂરલ એસડીએમ અંડર સીટી 2 ડીવીઝન જામનગર સર્કલ હેઠળ આવતા પાણાખાણ, ગોકુલનગર, સાધના કોલોની, દરેડ સહિતના વિસ્તારોમાં વીજચોરી અંગે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 37 ટીમો દ્વારા 535 વીજ જોડાણોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. તેમાંથી 87 વીજમીટરોમાં ગેરરીતિ જોવા મળતા કુલ 29.75 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.

- Advertisement -

તેમજ મંગળવારે પટેલ કોલોની સબ ડિવિઝન, સાતરસ્તા સબ ડિવિઝન, દરબારગઢ એસડીએમ સીટી-1, પીજીવીસીઅલ દ્વારા સમાણા એસડીએમ, જામજોધપુર સર્કલ હેઠળ આવતાં વિવિધ વિસ્તારો જેવા કે, જામનગર શહેરના રામેશ્ર્વરનગર, વિનાયક પાર્ક, યાદવનગર, વુલનમિલ અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની 40 ટીમો દ્વારા 18 એસઆરપી જવાન, ચાર લોકલ પોલીસ અને 3 વીડિયો ગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે કુલ 564 વીજજોડાણો તપાસવામાં આવ્યાં હતાં તે પૈકીના 104 માંથી ગેરરીતિ ઝડપાતા રૂા.30.15 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. આમ પીજીવીસીએલની ટીમો દ્વારા હાલારમાં 6 દિવસ દરમ્યાન કુલ 537 જોડાણોમાં ગેરરીતી ઝડપાતા કુલ રૂા.171.75 લાખના બીલો ફટકાર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular