ચૂંટણીપંચે શનિવારે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં, 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં મતદાન થશે, જ્યારે ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં, 14 ફેબ્રુઆરીએ એક તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી 10 માર્ચે થશે.
સાત તબ્બકામાં યોજનાર 5 રાજ્યોની ચૂંટણીનું શિડ્યૂલ
10 ફેબ્રુઆરી – પ્રથમ તબ્બકામાં ઉત્તરપ્રદેશમાં મતદાન યોજાશે
14 ફેબુઆરી – બીજા તબ્બકામાં ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવામાં મતદાન યોજાશે
20 ફેબ્રુઆરી- ત્રીજા તબ્બકામાં ઉત્તરપ્રદેશમાં મતદાન
23 ફેબ્રુઆરી- ચોથા તબ્બકામાં ઉત્તરપ્રદેશમાં મતદાન
27 ફેબ્રુઆરી – પાંચમાં તબ્બકામાં ઉત્તરપ્રદેશ, મણિપુરમાં મતદાન
3 માર્ચ- છઠ્ઠા તબ્બકામાં ઉત્તરપ્રદેશ, મણિપુરમાં મતદાન
7 માર્ચ- ઉત્તરપ્રદેશમાં મતદાન
10 માર્ચના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.