Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપાંચ લાખના ચેક રિર્ટનની ફરીયાદ

પાંચ લાખના ચેક રિર્ટનની ફરીયાદ

- Advertisement -

જામનગર મુકામે રહેતા પ્રવિણાબેન અનિરૂધ્ધભાઈ હીરપરા પાસેથી જયેશ લાલજીભાઈ વસોયા દ્વારા ધંધાના વિકાસ અર્થે નાણાંની જરૂરીયાત ઉભી થતા સંબંધ દાવે હાથ ઉછીના રૂા. 10,00,000 લીધેલ હતાં. જે રકમની પરત ચુક્વણી માટે જયેશ લાલજીભાઈ વસોયાએ પ્રવિણાબેન અનિરૂધ્ધભાઈ હીરપરાના નામના ધી કો. ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી., સુમેર કલબ રોડ, જામનગર શાખાના બે ચેક રૂપિયા પાંચ-પાંચ લાખના મળી કુલ રૂા. 10,00,000ના ચેકો આપેલ હતાં. જે ચેકો પ્રવિણાબેન અનિરૂધ્ધભાઈ હીરપરા દ્વારા પોતાના એક્સીસ બેંક લી., દિગ્વિજય પ્લોટ શાખા, જામનગરના બેંક ખાતામાં કલીયરીંગ માટે રજુ કરતા મજકુર ચેકો એકાઉન્ટ કલોઝડના શેરા સાથે પરત ફર્યા હતાં. જેથી પ્રવિણાબેન અનિરૂધ્ધભાઈ હીરપરાએ પોતાના વકીલ મારફત જયેશ લાલજીભાઈ વસોયાને નોટીસ મોકલી હતી. જે નોટીસ મળી જવા છતાં આરોપી દ્વારા ચેકો મુજબની રકમ નહીં ચુક્વતા પ્રવિણાબેન અનિરૂધ્ધભાઈ હીરપરા દ્વારા જામનગરની અદાલતમાં જયેશ લાલજીભાઈ વસોયા સામે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ બે અલગ અલગ ફરીયાદ દાખલ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, હિતેન એસ. અજુડીયા, પરેશ એસ. સભાયા, રવિન્દ્ર કે. દવે, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, હસમુખ એમ઼ મોલીયા, પ્રિયેન કે. મંગે, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, નેમીષ જે. ઉમરેટીયા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular