જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળફાટવાથી 5 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 39 જેટલા લોકો લાપતા છે. વાદળ ફાટવાની ઘટના અંગે જાણ થતાંની સાથે જ પોલીસ, સેના, એનડીઆરએફ, સ્થાનિક પ્રશાશન તેમજ સ્થાનિકોએ બચાવ કાર્ય શરુ કરી દીધું છે.
કિશ્તવાડમાં વહેલી સવારે વાદળ ફાટતા 5ઘર તેની ઝપેટમાં આવી ગયા હતા. અને 39 જેટલા લોકો લાપતા છે. હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી અહીં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. રેસ્ક્યૂ ટીમ અકસ્માત બાદ ગૂમ થયેલા લોકોની શોધમાં લાગી છે. આ આંતરિયાળ વિસ્તાર છે આથી રાહત ટીમને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીતિમાં પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. લાહોલ સ્પીતિમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું જેના કારણે 10 લોકો ગૂમ છે. કુલ્લુના રક્ક્ડ વિસ્તારમાં પણ ભારે વરસાદના પરિણામે પુર આવ્યું છે.