જામનગર જીલ્લામાં ઘણી વખર વીજશોકના પરિણામે અથવા વીજવાયર તૂટવાથી પશુઓના મૃત્યુની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે રોજ આવી વધુ એક ઘટના સામે આવી છે. જામનગર – ખંભાળિયા હાઈવે પર એક સોસાયટીના પ્લોટમાં વીજ વાયર તૂટીને પાડવાથી 5 ભેંસોના મૃત્યુ નીપજ્યા છે.
જામનગરથી થોડે દુર આવેલ ખંભાળીયા હાઈવે નજીક ન્યુ જામનગર સોસાયટીના પ્લોટમાં ભુરાભાઈ હરિભાઈ હાજાણી નામના વ્યક્તિની ભેંસો ઘાસચારો ચરી રહી હતી તે દરમિયાન એલ.ટીનો વાયર તૂટીને ભેંશો પર પડવાથી વીજશોક લાગતા 5 ભેંસોના મોત નીપજ્યા છે.