Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરાજ્યકક્ષાની એથ્લેટિકસ દિવ્યાંગ સ્પર્ધામાં જામનગર જિલ્લાના 46 ખેલાડીઓ ભાગ લેશે

રાજ્યકક્ષાની એથ્લેટિકસ દિવ્યાંગ સ્પર્ધામાં જામનગર જિલ્લાના 46 ખેલાડીઓ ભાગ લેશે

- Advertisement -

રમત ગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જામનગર દ્વારા પેરા સ્પોર્ટસ એસોસિએશન ઓફ ગુજરાત (માન્ય રાજ્ય કક્ષા રમત ગમત મંડળ) અમદાવાદ તથા આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર (સરકાર માન્ય) ના સહયોગથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘સ્પે. ખેલમહાકુંભ’ જામનગર જિલ્લા કક્ષા દિવ્યાંગ (શારીરિક ક્ષતિગ્રસ્ત) સ્પર્ધા 2021-22 ગત તા.23 એપ્રિલના રોજસવારે ધન્વંતરી ગ્રાઉન્ડ, જામનગર ખાતે યોજાયેલ ટ્રાઈસિકલ, વ્હીલચેર, હર્ડલ, ચક્રફેંક, ગોળાફેંક, ભાલા ફેંક, લાંબી કુદ, ઉંચી કુદ જેવી વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ 78 ભાઈઓ તેમજ 51 બહેનોને પ્રથમ, દ્વિતિય, તૃતિય ક્રમે વિજેતા થતા સરકાર દ્વારા રૂા.4,30,000 ની રોકડ પુરસ્કાર સંબંધિતના ખાતામાં જમા થશે.

- Advertisement -

જામનગર જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા 26 ભાઈઓ તેમજ 20 બહેનો મળી 46 દિવ્યાંગ ખેલાડીઓ પૈકી તા.11 મે એ કેટેગરી (14), તા.13 મે બી કેટેગરી (14), તા.16 મે સી કેટેગરી (09), તા.18 મે ડી કેટેગરી (09) ખેલાડીઓ સ્પોર્ટસ કોમ્પલેકસ, મરીડા ભાગોળ, નડિયાદ જિલ્લા – ખેડા ખાતે યોજાનાર સ્પે. ખેલ મહાકુંભ-2021-22 રાજ્ય કક્ષાની એથ્લેટિકસ દિવ્યાંગ (શારીરિક ક્ષતિગ્રસ્ત ઓએચ) સ્પર્ધામાં ભાગ લેનાર છે. આ તમામ ખેલાડીઓને જામનગર ખાતેના જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, યુવા વિકાસ અધિકારી વાળા, કર્મચારી શકિતસિંહ જાડેજા, સહદેવભાઈ તેમજ ઓ.પી. માહેશ્ર્વરી એડવોકેટ જે.એમ. ખીરા, આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના અગ્રણી રાજેશકુમાર પાલેજા, રમણિકભાઈ ચાંગાણી, ચેલા ગ્રામ પંચાયતના ઉપસરપંચ કિરણસિંહ સોલંકી, મનજીભાઈ પરમાર, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રીયા ચિતારા, રીટા. નાયબ મામલતદાર વિજયભાઈ વોરા સહિતના દિવ્યાંગ કાર્યકરો તેમજ અનેક મહાનુભાવો તરફથી શુભેચ્છા સંદેશાઓ મળ્યા હોવાનું આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના દિવ્યાંગ પ્રમુખ અને એડવોકેટ સતારભાઈ દરવાજાની અખબારી યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular