Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો. દ્વારા અઠવાડિયા દરમ્યાન 45 ઢોર પકડાયા

જામ્યુકો. દ્વારા અઠવાડિયા દરમ્યાન 45 ઢોર પકડાયા

75 માઇક્રોનથી ઓછી ગુણવત્તાવાળા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ 42 આસામીઓ પાસેથી 20,100 ના દંડની વસુલાત : 56.પ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતાં ઢોર હટાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાલુ સપ્તાહ દરમ્યાન 45 ઢોર પકડવામાં આવ્યા હતા. તેમજ 75 માઇક્રોનથી ઓછી ગુણવત્તાવાળું પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં વેપારીઓ સામે પણ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં 42 આસામીઓ પાસેથી રૂા. 20,100નો દંડ વસુલી પ6.પ કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા ધ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા હોરોનો ત્રાસ દૂર કરવા સઘન ઝુંબેમ હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાને શહેરના જુદા જુદા વિસ્તારોમાં હોરો પકડવા માટે બે ટીમો તૈયાર કરૌ, દૈનિક બે શિફ્ટમાં કામગીરી કરવામાં આવે છે. ચાલુ અઠવાડીયા દરમ્યાન કુલ-4પ હોરોને પકડવામાં આવ્યા છે. આગામી સમયમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરોને જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે. જાઠેર રોડ-રસ્તા ઉપર ખાનગી માલિકીના ઢોરો પકબ્રશે, તેવા કિસ્સામાં હોર માલિકો સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત સી.અ2.પી.સી. કલમ-133 હેઠળ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. જેની દરેક હોર માલિકોએ સ્પષ્ટ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા વારા જાણ કરવામાં આવે છે.

આ ઉપરાંત કમિશનર વિજયકુમાર ખરાડીના માર્ગદર્શન હેઠળ સેનીટરી ઈન્સ્પેકટરોની 4 ટીમો બનાવી, શહેરના અલગ અલગ વિસ્તારોમાં 75 માઈક્રોનથી ઓછી ગુણવતા જાળું પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ, દુકાનધારકો, ધંધાર્થીઓ સામે પ્લાસ્ટિક જપ્તીકરણ ! દેડનાત્મક કાર્યવાહી અગેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ પીરીયડ દરમ્યાન 42 આસામીંઓ પાસેથી રૂ.20,100,- નો દડ વસુલવામાં આવેલ છે. તેમજ 56.5 કિલો જેટલું પતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અવિરત ચાલુ રહેવાની હોય, જામનગર મહાનગરપાલિકા દ્વારા દરેક દુકાનદાર, વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અનુરોધ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular