ભારતમાં ફરીથી કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં નવા 43,846 કેસ સામે આવ્યા છે અને એ સાથે દેશમાં એક્ટિવ કેસ ફરીથી 3 લાખને પાર થયાં છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 197 દર્દીઓના મોત થયાં છે. જ્યારે 22,956 દર્દીઓ સ્વસ્થ થયા છે. આજના આંકડાઓ બાદ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,15,99,130 થઈ છે.
દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 1,11,30,288 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યાં છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 3,09,087 છે. ભારતમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 1,59,755 દર્દીઓના મોત થયાં છે. આજે સવાર સુધીમાં દેશમાં કુલ 4,46,03,841 વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.
દેશમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. જ્યારે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબમાં સંક્રમણ સતત વધી રહ્યુ છે. તેને જોતા અનેક શહેરોમાં આંશિક લોકડાઉન અને નાઈટ કરફ્યૂની મદદ લેવામાં આવી રહી છે.