ખંભાળિયા પંથકમાં એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ દ્વારા ગતરાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ તથા પ્રદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડની પાછળના ભાગે બેસીને ગતરાત્રે પોણા બે વાગ્યાના સમયે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા અતુલ ખીમા રાઠોડ, રાહુલ રમેશ મકવાણા, અરબાઝ રફીક શેખ, અશ્વિન રમેશ સાલાણી અને નરેશ માલસી પરમાર તેમજ ત્રણ મહિલાઓ સહિત કુલ 8 વ્યક્તિઓને પોલીસે ઝડપી લઇ, રૂ. 14,440 રોકડા તથા રૂપિયા 31 હજારની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 45,440 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
ખંભાળિયાથી આશરે 22 કિલોમીટર દૂર સોનારડી ગામે સ્થાનિક પોલીસે ગત સાંજે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા 13 મહિલાઓને ઝડપી લઈ, રૂ. 12,220 નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે સલાયા મરીન પોલીસે રાત્રે 1 વાગ્યે જુગાર દરોડો પાડીને જયેન્દ્રસિંહ કાળુભા જેઠવા, યશપાલસિંહ રામસંગજી જાડેજા, વિરેન્દ્રસિંહ રાગાજી જાડેજા, જયરાજસિંહ અજીતસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પ્રભાતસિંહ જેઠવા અને પૃથ્વીરાજસિંહ દેવીસિંહ જાડેજા નામના છ શખ્સોને રૂપિયા 4,860 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કલ્યાણપુરથી આશરે 12 કિલોમીટર દૂર દેવળિયા ગામે રાત્રિના બારેક વાગ્યે પોલીસે જુગાર દરોડો પાડી, લખમણ અરશી ડુવા, મયુર ખીમા આંબલીયા અને લખમણ હરદાસ વરુ નામના ત્રણ શખ્સોને રૂપિયા 12,200 ના મુદ્દામાલ સાથે જ્યારે દેવળિયા ગામે રાત્રિના પોણા બે વાગ્યે જુગાર રમતા દાના ખીમા આંબલીયા, ભીમશી લખમણ કરમુર અને લખુ રામશી વરુ નામના ત્રણ શખ્સોને રૂ. 8,100 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
ભાણવડથી આશરે 14 કિલોમીટર દૂર કૃષ્ણગઢ ગામે પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરી, ઘેલુ વીરા વરૂ, પ્રહલાદ અરજણગર મેઘનાથી, કલ્પેશ લખમણ કરંગીયા, નગા રાણા કરંગીયા, દિનેશ ઉકા સાગઠીયા અને માલદે ઘેલા સોલંકીને રૂ. 15,610 ના મુદ્દામાલ સાથે જ્યારે ભાણવડથી આશરે 17 કિલોમીટર દૂર હાથલા ગામે જુગાર રમતા ભીખુ સાજણ બગડા, ભીખુ કચરાભાઈ બગડા અને બે મહિલા સહિતનાને જુગાર રમતા ઝડપી લઈ, રૂ. 2,140 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.