Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 20 મહિલા સહિત 43 ખેલંદાઓ ઝડપાયા

જામનગર જિલ્લામાં 20 મહિલા સહિત 43 ખેલંદાઓ ઝડપાયા

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી ન્યુ હર્ષદમીલ ચાલી પાસેના પટેલ નગરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મહેશ મગન દાસાણી, હિરેન મહેશ દાસાણી, મુળજી પેરાજ કટારમલ, કાંતિ રામજી પરમાર, જયેશ ગીરીશ રાઠોડ, જીગ્નેશ ગીરીશ રાઠોડ, વિજય ગોવિંદ ચૌહાણ, દામજી નારણ મકવાણા સહિતના આઠ શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.12,600 ની રોકડ રકમ અને રૂા.26,000 ની કિંમતના 6 નંગ મોબાઇલ મળી કુલ રૂા.38,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

બીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની પો.કો. હોમદેવસિંહ જાડેજા, હર્ષદ પરમારને મળેલી બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન સાત મહિલાઓને રૂા.15,330 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, જામનગર શહેરના મોહનનગર આવાસ બિલ્ડિંગ નંબર ચારના પાર્કિંગમાં તીનપતિનો જૂગાર રમતા દિપક ટપુ સુમણિયા, મનોજ ભગવાનજી નકુમ, રવિ સુરેશ ટંકારીયા, ભાવિન વલ્લભ નકુમ, અરવિંદ શાંતિ ગોંડલિયા, સુરેશ કરશન ટંકારીયા અને છ મહિલા સહિત 12 શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.10,530 ની રોકડ રકમ અને રૂા.20,200 ની કિંમતના આઠ નંગ મોબાઇલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલાઓને રૂા.4420 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં વણકરવાસમાંથી તીનપતિનો જુગાર રમતા હમીર બીજલ ધુડા, વિનોદ લાભુ ધુડા, ઉમેશ કાંતિ વાઘેલા, ગૌતમ હમીર ધુડા નામના ચાર શખ્સોને રૂા.2460 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

છઠો દરોડો, જામનગર તાલુકાના ધુંવાવ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા મનિષ પોપટ પરમાર અને ત્રણ મહિલા સહિત ચાર શખ્સોને પંચ એ પોલીસે રેઈડ દરમિયાન રૂા.1450 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામનગર તાલુકાના વીજરખી ગામના વાડી વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા શાંતિ ઉર્ફે અશોક મનસુખ પંડયા, અતુલ બચુ કારીયા, જેન્તી ભુરા ચીખલિયા, સચિન બાબુ જોશી નામના ચાર શખ્સોને પંચ એ પોલીસ સ્ટાફે રૂા.16500 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ નાશી ગયેલા દિગુભા દિલીપસિંહ સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular