જામનગરમાં 4200 ગ્રેડ પે મુદ્દે મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગર દ્વારા આજરોજ શાળા બહાર સ્ટાફ સેલ્ફી વિથ સ્લોગન સાથે દેખાવ કર્યા હતાં. સોશિયલ મિડીયા આંદોલન દ્વારા વિરોધ પ્રદર્શન કરી શિક્ષકો અને આચાર્યો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નક્કી થયેલ નિર્ણય અનુસાર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 4200 ગ્રેડ-પેનો પ્રશ્ન ન ઉકેલાતાં તા. 5 થી 7 ઓગસ્ટ સુધી સોશિયલ મિડીયા આંદોલન કાર્યક્રમનો નિર્ણય કરાયો હતો. જેના ભાગરૂપે ગઇકાલે જામનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે ધરણા કર્યા બાદ આજરોજ શાળા બહાર સ્ટાફ સેલ્ફી વિથ સ્લોગન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આવતીકાલે કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.