રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે, તેવામાં આજે ખેડામાં માર્ગ અકસ્માત થયો છે. કપડવંજના કાવઠ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઘાયલને વાત્રકની હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ ઘટનામાં કારનો કુચ્ચો બોલાઈ ગયો છે. વાહન ઓવરટેકિંગ દરમિયાન આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આ કેસમાં કપડવંજ રૂરલ પોલીસે વધારે તપાસ શરુ કરી છે.
અકસ્માતમાં ઘાયલ થયેલી એક વ્યક્તિને સારવાર માટે વાત્રકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને આગળની તપાસ અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે કપડવંજ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે કપડવંજથી મોડાસા તરફના રોડ પર ઓવરટેક કરવાની કોશિશમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાવડ પાટિયા પાસે બનેલી અકસ્માતની ઘટનામાં બે વાહનો ધડાકાભેર અથડાયા હતા, જેમાં કારમાં સવાર ચારના ઘટના સ્થળ પર કરૂણ મોત થયા છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જયારે મૃતકોના શબને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા છે. પોલીસે વધુ વિગતો મેળવીને કાર્યવાહી શરૂ કરી છે.
કપડવંજ નજીક ગમખ્વાર અકસ્માતમાં 4ના મોત
ઓવરટેકિંગ દરમ્યાન કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત


