Sunday, December 22, 2024
Homeરાજ્યકાર ઝાડ સાથે અથડાતા ભાવનગરના 4 પોલીસકર્મી અને 1આરોપીનું મોત

કાર ઝાડ સાથે અથડાતા ભાવનગરના 4 પોલીસકર્મી અને 1આરોપીનું મોત

- Advertisement -

જયુપર જિલ્લાના શાહપુરામાં ભાબરુ નજીક રાત્રીના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં દિલ્હીથી આરોપીની ધરપડક કરી પરત ફરી રહેલા પોલીસકર્મીઓની કાર ઝાડ સાથે અથડાતા ભાવનગરના 4પોલીસકર્મી અને 1 આરોપીનું મૃત્યુ નીપજ્યું છે. જેના પગલે પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે.

- Advertisement -

ગત 8 તારીખે ભાવનગર ઘરફોડનો ચારીની તપાસમાં પોલીસકર્મીઓ દિલ્હી ગયા હતા અને રાત્રીના સમયે આરોપીને લઈને આવતા હતા તે દરમિયાન જયપુર પાસે ભાબરૂ નજીક પોલીસની કાર ઝાડ સાથે અથડાતા ભાવનગર એસલીબીનાં ચાર પોલીસ જવાન ભીખુભાઈ બુકેરા, શક્તિસિંહ ગોહિલ, મનસુખ બાલધીયા, ઈરફાન આગવાન સહિત એક આરોપીનું મૃત્યુ થયું છે.

અકસ્માતની જાણ થતાં ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો બચાવ કાર્ય કરવા માટે ઉભા રહ્યાં હતા અને સ્થાનિક પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઇને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહીત અનેક રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત પોલીસબેડામાં પણ શોકનો માહોલ છવાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular