જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નં. 1 થી 16ના તમામ મુખ્ય માર્ગો અને આંતરીક માર્ગોમાં આસ્ફાલ્ટ રી કાર્પેટીંગ, વોટર વોર્કસ અને સીસી રોડના કામો સહિત રૂા. 9.61 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોને મંજુરીની મહોર અપાઇ હતી.
ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વોર્ડ નં.1થી 8ના મુખ્ય-આંતરિક રસ્તાઓમાં આસ્ફાલ્ટ રી કાર્પેટીંગના કામ માટે રૂા. 225.35 લાખ, વોર્ડ નં. 9થી 16ના મુખ્ય આંતરિક માર્ગોના આસ્ફાલ્ટ રી કાર્પેટીંગ માટે રૂા. 225.35 લાખ, ભગર્ભ ગટર શાખા હસ્તક અલગ અલગ પમ્પિંગ સ્ટેશનોમાં બિલ્ડીંગ-સીસી રોડના મજબુતીકરણના કામ માટે રૂા. 36.58 લાખ, ભૂગર્ભ ગટર શાખા હસ્તક વોર્ડ નં. 1થી 8માં લોકભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત પાઇપલાઇન નાખવાના કામ અંગે રૂા. 127.95 લાખ, વોર્ડ નં.9થી 16માં પાઇપલાઇન નાખવાના કામ માટે રૂા. 127.95 લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.
જયારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બોર કરીને સબ મર્શીબલ પમ્પ ફીટ કરવા ના કામ અંગે રૂ. 16.23 લાખ, ગુલાબનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આરસીસી,બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ માટે રૂ. 7.04 લાખ, પાઇપ્સ વગેરે ખરીદી માટે 110.83 લાખ,વોર્ડ નં. 11માં મેટલ રોડ પર સીસી રોડ બનાવવાના કામ માટે રૂા. 16.49 લાખ, વોર્ડ નં. 9 પંજાબ બેકથી આણંદાબાવા ચકલા સુધી, સુપર માર્કેટથી જુની જયશ્રી ટોકિઝ, પોસ્ટ ઓફિસ પાસે સોઢાના ડેલામાં,પીએન માર્ગથી ડીએસ ગોજીયા સ્કુલ સુધી સીસી રોડ વગેરે કામો મંજૂર કરાયા હતાં. હતી.
સ્થાયી સમિતિના ચેરમેન નિલેશ કગથરાએ સૌરાષ્ટ્રના સૌથી લાંબા જામનગરના તાજેતરમાં ખુલ્લા મુકાયેલા ઓવરબ્રિજ પર પાનની પિચકારી મારી ગંદકી ન કરવા સાથે સ્વચ્છતા જાળવવા તેમજ માર્ગ પર વચ્ચે જ કાર કે ટુ વ્હીલર વાહન રાખીને ટ્રાફિકને અવરોધરૂપ ન બનવા માટે પણ નાગરીકોને અપીલ કરી છે. શહેરીજનોની સુખાકારી માટે નિર્મિત બ્રિજનું સૌએ સાથે મળી જાળવણી કરવી જોઇએ એવો અનુરોધ પણ કર્યો હતો.


