છત્તીસગઢના નારાયણપુર વિસ્તારમાં માઓવાદીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યું છે નક્સલીઓએ IED બ્લાસ્ટથી એક બસ ઉડાવી દીધી છે. આ બસમાં સુરક્ષા જવાનો હાજર હતા. ડીજીપી ડી.એમ. અવસ્થીએ જણાવ્યું હતું કે આઈઈડી બ્લાસ્ટમાં ત્રણ જિલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) ના જવાનોએ જીવ ગુમાવ્યો હતો અને કેટલાક ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને રાયપુર લાવવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ છત્તીસગઢમાં જે બસ પર બ્લાસ્ટ કરવામાં આવ્યો તે બસમાં 24 ડીઆરજીના સૈનિકો હતા. ડીઆરજીના તમામ જવાનો બસમાં બેસી ધૌડાઈ પોલીસ દફતરથી કડેનારથી મંદોડા જઈ રહ્યા હતા. તે જ સમયે નક્સલીઓએ જવાનો ભરેલી બસ ઉપર આઈઈડી બ્લાસ્ટ કર્યો. આ બ્લાસ્ટમાં ત્રણ જવાનો શહીદ થયા છે. જયારે 10 જેટલા જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર અર્થે રાયપુર લઇ જવા માટે હેલીકોપ્ટર મોકલવામાં આવ્યા છે.