Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહાલારમાં વરસાદના કારણે વીજ તંત્રના 38 ફીડર બંધ

હાલારમાં વરસાદના કારણે વીજ તંત્રના 38 ફીડર બંધ

- Advertisement -

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રાત્રે પડેલા તોફાની વરસાદ અને વીજળી પડવાના કારણે 38 ફીડરોને નુકસાન થયું હતું, અને વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં આજે મરામતની કામગીરી ચાલી રહી છે. જે પૈકી 15 ફીડર ચાલુ થયા છે.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં તેમજ દેવભૂમિ- દ્વારકા જિલ્લામાં બે દિવસથી વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે દરમિયાન ગઈકાલે ભારે પવન અને વીજળી સાથે પડેલા વરસાદના કારણે જામનગર જિલ્લાના 26 અને દેવભૂમિ દ્વારકા ના 25 સહિત 38 જેટલા ફીડરો બંધ થયા હતા.

જેથી વિજ તંત્ર દોડતું થયું હતું. જેમાં જામનગર શહેરના પાંચ ફીડર, ગ્રામ્ય વિસ્તારના જ્યોતિગ્રામના 6 ફીડર, જ્યારે ખેતીવાડી વિસ્તારના 27 ફીડરનો સમાવેશ થાય છે. જોકે જામનગર શહેરના તમામ ફીડરો કાર્યરત થઈ ગયા હતા.
જ્યારે ત્રણ ટ્રાન્સફોર્મર બળી ગયા હોવાથી કે.વી. રોડ, મકરાણી પરા સહિતના વિસ્તારમાં આજે સવારથી ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત ખેતીવાડી ના 27 ફીડરો બંધ થયા છે, જેને ધીમે ધીમે આજે ચાલુ કરવામાં આવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular