Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતમુખ્યમંત્રીએ લોન્ચ કર્યો 36માં રાષ્ટ્રિય રમતોત્સવનો લોગો...

મુખ્યમંત્રીએ લોન્ચ કર્યો 36માં રાષ્ટ્રિય રમતોત્સવનો લોગો…

ગાંધીનગર ખાતે એમઓયુ સાઈનીંગ તથા લોગો લોન્ચિંગ માટે કાર્યક્રમ યોજાયો : આગામી 27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન

- Advertisement -

આગામી 27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે. ત્યારે આ માટેનો લોગો જાહેર કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે નેશનલ ગેમ્સ માટેના એમઓયુ સાઈનીંગ તથા લોગો લોન્ચિંગ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નેશનલ ગેમ્સ માટેનો લોગો જાહેર કરવામાં આવ્યો હતો.

- Advertisement -

છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર સ્થગિત રહેલી નેશનલ ગેમ્સ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતમાં યોજાશે. ભારતીય ઓલિમ્પિક સંઘે જાહેરાત કરી હતી કે, અમદાવાદ સહિતના શહેરોમાં વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકારે નેશનલ ગેમ્સના આયોજન માટે રસ દાખવ્યો હતો. જેના કારણે ભારતીય ઓલિમ્પિક સંઘે નેશનલ ગેમ્સની યજમાની ગુજરાતને સોંપવાનો નિર્ણય લીધો હતો. આ રમતોત્સવમાં દેશભરના 25,000થી પણ વધારે રમતવીરો સહભાગી બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular