Thursday, November 21, 2024
Homeસ્પોર્ટ્સ365 દિવસ પછી, દેશમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાર્નિવલ

365 દિવસ પછી, દેશમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાર્નિવલ

- Advertisement -

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ભારત સામે ચાર ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ચેન્નાઈ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. જો રૂટ પોતાની 100મી ટેસ્ટ રમી રહ્યો છે. ઇંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ-11માં મોઇન અલીને સ્થાન આપ્યું નથી. બીજી તરફ ભારતીય ટીમમાં ઘૂંટણની ઇજાને લીધે અક્ષર પટેલ પ્રથમ ટેસ્ટમાં ડેબ્યુ કરી શક્યો નથી. ટીમમાં ત્રણ સ્પિનર: રવિ. અશ્વિન, વી.સુંદર અને શાહબાઝ નદીમ રમી રહ્યા છે.

- Advertisement -

ફાસ્ટ બોલિંગની કમાન જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્મા સંભાળશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા 372 દિવસ પછી એકસાથે રમશે.

ભારતની પ્લેઈંગ 11: શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્ર્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ
ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11: રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર (વિકેટકીપર), ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન.

- Advertisement -

જસપ્રીત બુમરાહ આજેે પહેલીવાર ભારતમાં ટેસ્ટ મેચ રમશે. કોહલીએ મેચ પહેલાં કહ્યું હતું કે, “બુમરાહ હોમ ડેબ્યુ માટે બહુ ઉત્સુક છે. ગઈ વખતે ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે અમારા ફાસ્ટ બોલર્સે ઇંગ્લિશ પેસ બેટરી કરતાં સારો દેખાવ કર્યો હતો. આ વખતે બુમરાહની સાથે મોહમ્મદ સિરાજ અને ઇશાંત શર્મા જેવા વિકલ્પ પણ છે.” ઉલ્લેખનીય છે કે, બુમરાહે 17 ટેસ્ટમાં 21.59ની એવરેજથી 79 વિકેટ લીધી છે. તે હજી સુધી ભારતમાં એકપણ ટેસ્ટ રમ્યો નથી. આ તેની ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ છે.

ઇંગ્લેન્ડની ટીમ 35 વર્ષથી ભારતને આ મેદાન પર હરાવી શકી નથી. ઇંગ્લિશ ટીમે છેલ્લે 1985માં ચેપોકમાં જીત મેળવી હતી. આ પછી, ભારતે આ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામે સતત 3 ટેસ્ટ જીતી હતી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેપોકમાં છેલ્લી ટેસ્ટ 2016માં રમાઈ હતી. ત્યારે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને ઇનિંગ્સ અને 75 રનથી માત આપી હતી. 4 વર્ષ પછી બંને ટીમો ફરી એક વખત અહીં આમને-સામને થઈ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી લીવ બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે.

- Advertisement -

ભારતીય ટીમ ચેપોકમાં છેલ્લા 22 વર્ષથી એક પણ ટેસ્ટ હારી નથી. ભારતે છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને મેચ ગુમાવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ અહીં 8 ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી ભારત 5 જીત્યું છે અને 3 મેચ ડ્રો રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેપોકમાં અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચ રમાઈ છે. આમાં ભારતીય ટીમે 6 મેચ જીતી છે. ઇંગ્લેન્ડે 2 ટેસ્ટ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો રહી હતી.

પહેલી ટેસ્ટમાં પાંચેય દિવસ વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. ટેસ્ટ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ચેપોકની પીચ સામાન્ય રીતે સ્પિનરો-અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ઝડપી બોલરો માટે પણ તક હશે, કારણ કે પિચ પર ઘાસ છે. પિચ ક્યુરેટર વી.રમેશ કુમારે કહ્યું કે ચેપકની પિચ સામાન્ય રીતે જોવામાં સપાટ હોય છે, પરંતુ આ વખતે સ્કવેર અને આઉટફિલ્ડમાં ગ્રીન ઘાસ છે. ચેપોકમાં લાલ માટીનો ઉપયોગ થાય છે. ટેસ્ટમાં ત્રીજા દિવસથી સ્પિનરોને ખાસ મદદ મળી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular