Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર અને જિલ્લામાં 24 કલાકમાં કોવિડના 308 નવા દર્દી

જામનગર શહેર અને જિલ્લામાં 24 કલાકમાં કોવિડના 308 નવા દર્દી

જિલ્લામાં વધુ 67 દર્દીના મોતથી અરેરાટી : 24 કલાક દરમિયાન શહેરમાં 189 અને ગ્રામ્યમાં 119 નવા દર્દી ઉમેરાયા : શહેરમાંથી 99 અને જિલ્લામાંથી 74 દર્દીઓએ કોરોનાને આપી માત : જામનગરની કોવિડ હોસ્પિટલમાં 1573 બેડ ફૂલ : તબીબો એક પણ રજા વગર સતત ફરજ પર

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ થતું અટકાવવામાં વહીવટી તંત્રની કામગીરી અસરકારક સાબીત નથી થતી. કેમ કે, છેલ્લાં ઘણાં દિવસોથી કોવિડ પોઝિટિવ દર્દીઓનો આંકડો 300 આસપાસ જ રહે છે અને મૃત્યુનું પ્રમાણ પણ વધતું જાય છે અને જામનગરની કોવિડ હોસ્પિટલમાં વધારેલા બેડ પણ ફુલ થઈ જતા પરિસ્થિતિ વણસી ગઈ છે. જિલ્લામાં 24 કલાક દરમિયાન 308પોઝિટિવ કેસ નોંધાયા છે.

- Advertisement -

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી લહેર પ્રથમ લહેર કરતા અનેકગણી ઝડપી અને ઘાતક બનતી જાય છે. ગત વર્ષે વકરેલા કોરોના સંક્રમણ કરતા આ વર્ષે કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં અનેકગણો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન રેકોર્ડ બે્રક 7410 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ 73 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશનમાં 07, વડોદરા કોર્પોરેશનમાં 06, બનાસકાંઠા અને રાજકોટમાં 02-02, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, સુરત અને વડોદરામાં 01-01 દર્દીઓના મોત નિપજ્યા છે.

ઉપરાંત રાજ્યમાં કુલ 85,29,083 વ્યકિતઓને કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 12,03,465 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 97,32,548 રસીકરણના ડોઝ અપાયા છે. 24 કલાક દરમિયાન 60 વર્ષથી વધુના તેમજ 45 થી 60 વર્ષ સુધીના કુલ 1,18,004 વ્યકિતઓને પ્રથમ ડોઝ અને 39630 વ્યકિતઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર શહેર અને છેલ્લાં 24 કલાક દરમિયાન 40 થી વધુ દર્દીઓના કોવિડથી મોત નિપજ્યા છે. જ્યારે શહેરમાં 189 પોઝિટિવ કેસ અને 99 દર્દીઓએ કોરોનાને માત આપી છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 119 વ્યકિતોઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 74 દર્દીઓએ કોરોનાને માત આપી છે. શહેરમાં ગઈકાલ સાંજ સુધીમાં કુલ 278362 લોકોના પરીક્ષણ કરાયા છે અને 22 લોકોના મોત થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 2213348 લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા છે અને 16 દર્દીઓના મોત નિપજ્યાનું સરકારી દફતરે નોંધાયેલું છે. આમ, જિલ્લામાં કુલ 308 દર્દીઓના કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 173 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ગંભીર ઝડપે વધી રહ્યું છે જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યાઓ ખૂટી પડી છે. જો કે, જામનગર જિલ્લામાં હજુ 859 બેડ ખાલી છે. હાલમાં સતત વકરતી જતી કોરોના મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં જામનગર શહેર જિલ્લામાં દરરોજ 50 થી વધુ લોકોના મોત નિપજે છે અને છેલ્લાં 24 કલાક દરમિયાન શહેર-જિલ્લામાં વધુ 67 દર્દીઓના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. દરરોજ થતા મૃત્યુના કારણે સ્મશાનમાં પણ વેઈટીંગની સ્થિતિ છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસો અને મૃત્યુનું પ્રમાણ સતત વધતું જાય છે. જો કે, હોસ્પિટલના તબીબો અને આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ કુદરત પાસે લાચાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular