Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં શનિવારે કોરોનાના નવા 302 કેસ નોંધાયા, 710 દર્દીઓ સ્વસ્થ થયા

જામનગર જિલ્લામાં શનિવારે કોરોનાના નવા 302 કેસ નોંધાયા, 710 દર્દીઓ સ્વસ્થ થયા

- Advertisement -

જામનગરમાં કોરોનાના નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરમાં કુલ 302 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે તેના કરતા ડબ્બલથી પણ વધુ 710 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતાં.

- Advertisement -

તેમજ જામનગર શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 214 દર્દીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો અને 543 દર્દી સાજા થયા હતાં. જયારે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લાં 24 કલાકમાં 88 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 167 દર્દી સ્વસ્થ થયા હતાં અને એક દર્દીનું મૃત્યુ થયુ હતું. આમ જામનગર જિલ્લામાં 24 કલાક દરમિયાન 302 પોઝિટિવ દર્દીની સામે 710 દર્દીઓ સાજા થયા છે અને એક દર્દીનું મોત નિપજ્યાનું સત્તાવાર વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયું છે.

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ધ્રોલ તાલુકામાં 33, જોડિયા તાલુકામાં 1, જામનગર તાલુકામાં 22, જામજોધપુર તાલુકામાં 13, કાલાવડ તાલુકામાં 8, લાલપુર તાલુકામાં 11 મળી કુલ 88 પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર ગ્રામ્ય વિસ્તારના 11 દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે 427 દર્દીઓ હાલ હોમઆઇસોલેશનમાં છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં એક ડિસેમ્બરથી અત્યારસુધીમાં 65,962 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જયારે જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 6,47,415 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular