Monday, January 12, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયચીનમાં કોરોનાના નવા 30,000 કેસ

ચીનમાં કોરોનાના નવા 30,000 કેસ

ચીનમાં કોરોના વાયરસના કેસો ફરી વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ દેશમાં કોવિડના રોજના નોંધાતા કેસ હવે મહામારીની શરૂઆત પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. સત્તાવાર આંકડાઓ પ્રમાણે દેશમાં એક જ દિવસમાં 30 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. વધતા જતા કેસોને જોતા ચીનમાં ફરીથી ઘણા નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઝોંગઝોઉમાં લોકડાઉન અને પગાર વિવાદ સહિતના ઘણા કડક કોવિડ નિયમોને લઈને ભારે નારાજગી હતી અને કર્મચારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. નેશનલ હેલ્થ બ્યુરોએ જણાવ્યું હતું કે, ચીનમાં બુધવારે 31,454 કેસ નોંધાયા હતા જેમાંથી 27,517 કોઈ લક્ષણો વગરના હતા. ચીનની 1.4 બિલિયનની વિશાળ વસ્તીની સરખામણીમાં કેસની સંખ્યા પ્રમાણમાં ઓછી હોવા છતાં બેઈજિંગની કડક શૂન્ય-કોવિડ નીતિ હેઠળ કેસો નોંધાતા આખા શહેરોને સીલ કરી શકાય છે અને કોરોના સંક્રમિત લોકોને ખૂબ જ સખ્ત ક્વોરોન્ટાઈનમાં રાખી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular