Sunday, January 5, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં વાવાઝોડાથી 3000 કરોડનું નુકશાન

ગુજરાતમાં વાવાઝોડાથી 3000 કરોડનું નુકશાન

- Advertisement -

ગુજરાતમાંથી વાવઝોડાએ વિદાય લીધી છે. પરંતુ વિનાશ સર્જતા હજારો કરોડોનું નુકસાન કર્યું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાથમિક સર્વેનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 3000 કરોડનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે.

- Advertisement -

આજ સવાર સુધીમા જે નુકશાન થયું છે તેનો અંદાજ આ મુજબ છે. 

કૃષિ ક્ષેત્રમાં 1200 કરોડ

- Advertisement -

કેરીના પાકમાં 60 કરોડ

 રોડ અને બિલ્ડીંગ ક્ષેત્રમાં 50 કરોડ

- Advertisement -

અન્ય ક્ષેત્રોમાં 350 કરોડના નુકસાનનો અંદાજ

વાવાઝોડાએ કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રમાં 13800 હેક્ટરમાં આવેલા આંબાના વૃક્ષો વાવાઝોડાની ઝપેટમાં આવતા 60 કરોડનું નુકસાન થયું છે. ગુજરાતમાં વાવાઝોડાના કારણે કુલ 45 લોકોના મોત થયા છે. અનેક જગ્યાએ મકાનો, વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા છે. જ્યારે અનેક પશુઓના પણ મોત થયા છે. મહેસૂલ મંત્રીએ સર્વેની કામગીરી ઝડપી પૂર્ણ કરવા આદેશ આપ્યા છે.

ગુજરાતમાં વાવાઝોડા દરમિયાન 71 તાલુકાઓ અસરગ્રસ્ત થયા છે. વાવાઝોડાથી ગુજરાતમાં આટલું નુકશાન થયું છે.

નુકશાન થયેલ વીજળીના થાંભલા : 76174

નુકશાન પામેલ રસ્તા :959

પડી ગયેલ વૃક્ષોની સંખ્યા: 68874

વાવાઝોડાથી બંધ થયેલ રસ્તા : 959

વીજ પુરવઠો બંધ થયેલ ગામો : 9685

તે પૈકી પુન : વીજ પુરવઠો ચાલુ થયેલ ગામો : 5606

પાકી ખાનગી ઇમારતો : 1323

કાચા મકાનો /   ઝૂંપડા : 28476

સરકારી ઈમારતો / સ્ટ્રક્ટર :  348માં નુકશાની સર્જાઈ છે.અંતે ઉલ્લેખનીય છે કે આજે પીએમ મોદીએ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. અને 1000 કરોડની સહાયની જાહેરાત કરી છે. ત્યાર આવતીકાલે મુખ્યમંત્રી વીજય રૂપાણી ઉના, જાફરાબાદ અને રાજુલામાં હવાઈ નિરીક્ષણ કરી આ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઇ અધિકારીઓ સાથે બેઠક કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular