રાજકોટમાં એક વિચિત્ર ઘટના બની છે. આજે રાજકોટમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજના સ્થળે પહોંચ્યા તો ત્યાં દ્રશ્યો જોઇને નવાઇ પામ્યા હતા. આયોજકો ફરારા થઇ ગયા જતા જાનૈયાઓ રસ્તે રઝળી પડ્યા હતા. જેને લઇને વર-વધૂ પક્ષના જાનૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આખરે રાજકોટ પોલીસે 28 યુગલોના લગ્ન બીડું ઝડપ્યું હતું, જ્યારે કોંગ્રેસ નેતાએ જમણવારની જવાબદારી ઉપાડી લેતાં વર અને ક્ધયા પક્ષમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 30કપલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે 30 હજાર રૂપિયા ઉઘારાયા હતા. સમૂહ લગ્ન 22 ફેબ્રુઆરીએ એટલે કે આજે હોવાથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા. આયોજન સ્થળે પહોંચ્યા તો જાનૈયાઓને ખબર પડી કે અહીં કોઇપણ પ્રકારની વ્યવસ્થા નથી. આયોજકો આવ્યા જ ન હોવાથી લગ્ન અટકી પડ્યા હતા. લગ્નની ખુશીના પ્રસંગમાં ગનગીમ દ્રશ્યો સર્જાયા હતા. જાનૈયાઓ વીલા મોંઢે એકબીજા સામે જોઇ રહ્યા હતા. ક્ધયાની આંખોમાં આંસૂ છલકાંતા હતા. હરખ અને ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. હવે સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે.