Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકાશ્મીરમાં લશ્કરના ત્રણ આતંકીઓ ઠાર

કાશ્મીરમાં લશ્કરના ત્રણ આતંકીઓ ઠાર

કૂપવાડામાં ભારતીય સુરક્ષાદળોને મળી મોટી સફળતા : હથિયાર અને દારૂગોળો મળી આવ્યા

- Advertisement -

કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આ ત્રણ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (લેફ.આતંકવાદીઓ)ના હોવાનું કહેવાય છે. કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની ચોક્ક્સ માહિતી મળ્યા બાદ પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

- Advertisement -

આ અંગે કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સવારે થયેલા એક અથડામણમાં, પાકિસ્તાન સ્થિત સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા.

પોલીસને કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની વિશેષ માહિતી મળી હતી. જે બાદ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, આ એન્કાઉન્ટર કુપવાડામાં ત્યારે શરૂ થયું જ્યારે ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓને સેના અને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular