Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરચેક રિર્ટન કેસમાં 3 માસની સજા

ચેક રિર્ટન કેસમાં 3 માસની સજા

- Advertisement -

જામનગરના દિપક રમણીકલાલ વસોયા પાસેથી લીમડાલેનમાં રહેતા વેપારી ચંદ્રકાંત મોહનલાલ પટનીએ સંબંધ દાવે હાથઉછીના રૂા. 1,60,000 લીધા હતાં. જે રકમની પરત ચૂકવણી માટે ચંદ્રકાંત પટનીએ બેંક ઓફ બરોડા જામનગર શાખાનો રૂા. 1,60,000નો ચેક આપ્યો હતો. જે ચેક દીપકભાઇએ પોતાના બેંક ખાતામાં ભરતાં નાણાના અભાવે પરત ફરતા દિપકભાઇએ પોતાના વકીલ મારફત નોટીસ આપી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા દિપક રમણીકભાઇ વસોયાએ જામનગરની અદાલતમાં ચંદ્રકાંત મોહનલાલ પટની સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબની ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ જામનગર એડી. ચીફ જ્યુડી. મેજી. એ.ડી. રાવની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી ચંદ્રકાંત મોહનલાલ પટનીને 3 માસની સાદી કેદની સજા તથા રૂા. 1,60,000નો દંડ જે દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે. આરોપી દંડની રકમ ભરપાઇ ન કરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ વિક્રમસિંહ બી.જેઠવા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular