Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્નના કેસમાં 3 માસની સજા

ચેક રિટર્નના કેસમાં 3 માસની સજા

- Advertisement -

જામનગરમાં આશાપુરા કૃપા ફાઇનાન્સના નામથી ધંધો કરતાં વિજયસિંહ બાલુભા જાડેજા પાસેથી જામનગર તાલુકાના ઠેબા ગામના પરેશભાઇ હમીરભાઇ મકવાણાએ અંગત લોન પેટે રૂા.90,000 લીધા હતા. જે લોનની પરત ચુકવણી માટે પરેશભાઇ દ્વારા રૂા.90,000નો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઠેબા શાખાનો ચેક આપ્યો હતો. જે ચેક આશાપુરા કૃપા ફાઇનાન્સના માલીક દ્વારા પોતાના બેંક ખાતામાં કલીયરીંગ માટે રજુ કરવા ટુ ડે મોપનીંગ ફંડ ઇનસફીશીયંટના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી ફરીયાદી દ્વારા આરોપીને પોતાના વકીલ મારફત નોટીસ મોકલવા છતા એક મુજબની રકમ વસુલ નહીં આપતા આશાપુરા કૃપા ફાઇનાન્સના માલીક વિજયસિંહ દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 મુજબ ફરીયાદ દાખલ કરી હતી. જે કેશ જામનગર એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એ.ડી.રાવની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી પરેશભાઇ હમીરભાઇ મકવાણાને 3 માસની સાદી કેદની સજા તથા 90 હજાર રૂપિયાનો દંડ ફરમાવેલ છે જે દંડની રકમ ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ કર્યો છે. આરોપી દંડની રકમ ચુકવવામાં કશુર કરે તો વધુ 20 દિવસજી સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. ચુકાદા સમયે આરોપી ગેરહાજર હોય અદાલત દ્વારા આરોપી વિરૂધ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજાવણી માટે ડીએસપી જામનગર જીલ્લાને મોકલવા અદાલત દ્વારા હુકમ કરવામાં આવ્યા છે.

- Advertisement -

ફરીયાદી તરફે વકીલ મીતેશ એલ.પટેલ, મણીલાલ જી.કાલસારીયા, જયદીપસિંહ જાડેજા, એચ.એમ.ધામેલીયા, જી.જી.મુંજપરા તથા નીપુલ બારોટ રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular