જામનગરમાં રહેતા રિયાઝ અબ્દુલકાદર ગજાઇ પાસેથી તેના મિત્ર માસિક યુનુસભાઇ હળવદીએ સંબંધદાવે હાથઉછીના રૂા. 90,000 લીધા હતાં. જે રકમની પરત ચૂકવણી માટે આસિફ હળવદીએ પોતાના યુનિયન બેંક ઓફ ઇન્ડીયાના બેંક ખાતાનો ચેક આપ્યો હતો. જે ચેક રિયાઝ ગજાઇએ પોતાના બેંક ખાતામાં ભરતા નાણાના અભાવે ચેક પરત ફરતા રિયાઝ ગજાઇએ પોતાના વકીલ મારફત નોટીસ આપી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા રિયાઝ જામનગરની અદાલતમાં ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગર નવમા એડી. ચીફ જ્યુ. મેજી. એ.ડી. રાવની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી આસિફ યુનુસભાઇ હળવદીને 3 માસની સાદી કેદની સજા થતા રૂા. 90,000નો દંડ ફટકારેલ છે. આરોપી દંડની રકમ જમા કરાવે તે ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલ છે. જો આરોપી દંડની રકમ જમા ન કરાવે તો પંદર દિવસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ સંજય સી. દાઉદીયા તથા ભાવિકાબેન પી. જોશી રોકાયા હતાં.