જામનગર શહેરમાં અંબર ટોકીઝ પાસે આવેલ નિયો સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં વિલિયમ જોન પીઝા માં વેઈટર તરીકે કામ કરતા બે નોકરો એ ત્રણ લાખની ચોરી કરતા પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંબર ટોકીઝ પાસે આવેલ નિયો સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં વિલિયમ જોન પીઝા (સુપર લેટીવ)માં વેઈટર તરીકે કામ કરતા અને મૂળ બિહારના બેલ્હા ગામના સુમીતકુમાર મંડલ તથા અરવિંદ મંડલ એ 21 ડીસેમ્બરના રોજ રાત્રીના 2 વાગ્યા આસપાસ રેસ્ટોરન્ટમાં જઈ રેસ્ટોરન્ટનું કેશ કાઉન્ટર તોડી કેશ કાઉન્ટરમાં રાખેલ રોકડા રૂા 3,07,000 ચોરી કરી લઇ ગયા હતા. આ અંગે પોલીસને જન કરાતા જામનગર સીટી બી ડીવીઝનના પો.સ.ઈ. એસ.એમ.રાદડીએ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.