જામનગરમાં 24 કલાકમાં ઠંડીનો પારો 3 ડિગ્રી ગગડતા ઠંડીનું જોર વધતાં લોકો ગરમ વસ્ત્રમાં જ ઢબુરાયા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં આજે મોસમનું સૌથી નીચુ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. ઠંડી વધતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે.
કલેકટર કચેરી જામનગર ક્ધટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર શહેરમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી, મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 76 ટકા નોંધાયું છે. રવિવારે લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. આમ છેલ્લાં 24 કલાકમાં ઠંડીનો પારો વધુ ત્રણ ડિગ્રી ગગડતા લઘુતમ તાપમાન ઘટીને 14 ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ઠંડીનું પ્રમાણ વધતા વાતાવરણ ટાઢું બોળ થઈ ગયું છે. વહેલીસવારે અને મોડીરાત્રિના લોકો તિવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા છે.